3 Idiots Sequel Update: વર્ષ 2009માં રિલીઝ થયેલી આમિર ખાન, આર. માધવન અને શરમન જોશીની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. હવે લાંબી રાહ બાદ ફેન્સ માટે ખુશખબર સામે આવી છે. ‘3 ઇડિયટ્સ’ના સીક્વલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ચૂકી છે અને આ સીક્વલનું નિર્દેશન ફરી એકવાર રાજકુમાર હિરાણી જ કરશે. મેકર્સે ફિલ્મ માટે હાલમાં ‘4 ઇડિયટ્સ’ નામનું ટેમ્પરરી વર્કિંગ ટાઈટલ નક્કી કર્યું છે. જોકે, રિલીઝ પહેલાં ટાઈટલ બદલાઈ પણ શકે છે.
ફિલ્મનું શૂટિંગ 2026માં શરૂ થવાની તૈયારીમાં છે. ઓરિજિનલ કાસ્ટ એટલે કે આમિર ખાન, આર. માધવન, શરમન જોશી અને કરીના કપૂર ખાન ફરી એકવાર મોટા પડદા પર જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે આ સીક્વલમાં એક નવું મુખ્ય પાત્ર – ‘ચોથો ઇડિયટ’ જોડાશે, જેના માટે મેકર્સ કોઈ મોટા સુપરસ્ટારની શોધમાં છે.
ટીમ ફિલ્મને ફક્ત કન્ટિન્યુએશન તરીકે નહીં, પરંતુ નવી વિચારધારા અને નવા એલિમેન્ટ્સ સાથે રજૂ કરવા માગે છે, જેથી ફિલ્મ પહેલાના ભાગથી પણ વધુ મોટી અને અસરકારક બની શકે.
‘3 ઇડિયટ્સ’એ પોતાના સમય દરમિયાન 200 કરોડનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો અને ભારતીય શિક્ષણ પ્રણાલી પર મોટો સંવાદ ઊભો કર્યો હતો. હવે તેનું સીક્વલ ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે તેવી પૂરી શક્યતા છે.


Leave a Comment