GUJARAT

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો હજારની નજીક, વધુ 4 દર્દીના મૃત્યુ

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 185 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10032 પર પહોચ્યો છે.

રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 651 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 98.04 ટકા છે.ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 1,96,382 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 651 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.04 ટકા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 38, સુરત કોર્પોરેશનમાં 27, સુરત 13, જૂનાગઢ 11, વડોદરા કોર્પોરેશન 11, વડોદરા 10, દેવભૂમિ દ્વારકા 8, ગીર સોમનાથ 8, રાજકોટ કોર્પોરેશન 8, આણંદ 5, સાબરકાંઠા 5, વલસાડ 5, બનાસકાંઠા 4, જૂનાગઢ કોર્પોરેશન 4, ખેડા 4, કચ્છ 4, નવસારી 4, જામનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, ભરુચ 2, રાજકોટ 2, અમરેલી , ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, જામનગર, મહીસાગર અને નર્મદામાં 1-1 કેસ સાથે કુલ 185 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી કુલ ચાર લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં 1, દેવભૂમિ દ્વારકા 1 અને ભાવનગરમાં 1 મોત સાથે કુલ ચાર લોકોના મોત થયા છે.રાજ્યમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં કુલ 6109 કોરોનાના કુલ એક્ટિવ કેસ છે. 142 લોકો વેન્ટિલેટર પર છે. 5967 લોકો સ્ટેબલ છે. 8,06,193 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button