SPORTS

6,6,6,6,6,6,6,6,4,4,4,4… એક ઓવરમાં 77 રન, દિગ્ગજ ક્રિકેટરના નામે શરમજનક રેકોર્ડ

  • ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર આ બોલર રહ્યો છે
  • આ બોલરે પોતાની એક ઓવરમાં 77 રન આપ્યા હતા
  • આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ક્રિકેટરના નામે છે

ક્રિકેટના ઈતિહાસમાં એવા ઘણા મોટા રેકોર્ડ બન્યા છે જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. ક્રિકેટમાં કેટલાક એવા રેકોર્ડ છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. આજે અમે તમને આવા જ એક રેકોર્ડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આજે તમને ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આ ઓવરમાં બોલરે 77 રન આપ્યા હતા. એક ઓવરમાં 77 રન ખર્ચવા અકલ્પનીય છે પરંતુ આવું ઘણા સમય પહેલા થઈ ચૂક્યું છે.

ન્યૂઝીલેન્ડના ક્રિકેટરના નામે છે આ રેકોર્ડ

આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બન્યો હતો. વર્ષ 1990 દરમિયાન ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના બોલર બર્ટ વેન્સે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેન્ટરબરી સામે એક ઓવરમાં 77 રન આપ્યા હતા. બર્ટે આ ઓવરમાં 22 બોલ ફેંક્યા હતા. તેની ઓવરમાં 17 નો બોલ હતા. ક્રિકેટ ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી ઓવર છે. આજ સુધી કોઈ બોલરે એક ઓવરમાં આટલા રન આપ્યા નથી. આ ઓવરમાં બેટિંગ કરનાર બેટ્સમેને 70 રન બનાવ્યા હતા.

આવી રહી હતી ઓવર

બર્ટ વેન્સે આ ઓવરમાં 8 સિક્સર અને 6 ફોર આપી હતી. આ સિવાય ઓવરમાં 6 બોલને બદલે 22 બોલ ફેંકવામાં આવ્યા હતા. કારણ કે 17 બોલ નો બોલ તરીકે નાખવામાં આવ્યા હતા. લી જર્મને આ ઓવરમાં બર્ટ વેન્સની સામે બેટિંગ કરી હતી. જેમાં તેને બેટથી 70 રન બનાવ્યા હતા.

 

ઓલી રોબિન્સને પણ નાંખી છે મોંઘી ઓવર

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજી સૌથી મોંઘી ઓવર નાખવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનના નામે છે. કાઉન્ટી ક્રિકેટમાં, સસેક્સ વિ લેસ્ટરશાયર મેચ દરમિયાન ઓલી રોબિન્સને 43 રન આપ્યા હતા.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button