દિવાળીના તહેવારોને લઇને મુસાફરો અત્યારથી જ ચેતી ગયા હોય તેમ એસટી બસોમાં રોજની 73 હજારથી વધુ ટિકિટો હાલમાં
ઓનલાઇન બુક થઇ રહી છે. છેલ્લા દસેક દિવસથી આ ધસારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં રોજની 60 હજાર જેટલી ટિકિટો ઓનલાઇન એડવાન્સમાં બુક થતી હોય છે, તેની સામે હાલ રોજની 13 હજારથી વધુ ટિકિટો ધડાધડ બુક થઈ રહી છે.
કોરોનાકાળ પછીની આ સૌથી વધુ ટિકિટ બુકિંગની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં દર વર્ષે દિવાળીમાં દાહોદ-ગોધરા જવા માટે સૌથી વધુ એકસ્ટ્રા બસો દોડાવાતી હોય છે. એસટી બસ મથકે પહોંચ્યાને રૂમાલ સીટ પર મૂકીને જગ્યા રોકવાની સ્થિતિ હવે જોવા મળશે નહીં. ગત વર્ષે 16 નવેમ્બરે 1,31,836 ટિકિટ ઓનલાઇન બુક થઇ, 8,057 ટિકિટો કેન્સલ થઇ હતી.એસટી નિગમને એક જ દિવસમાં 2,86,16,845 કરોડની જંગી આવક થઇ હતી.
દિવાળીમાં 2,200 એકસ્ટ્રા બસો દોડાવાશે
એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને આ વર્ષે પણ રૂટીન બસો ઉપરાંત 2,200 એકસ્ટ્રા બસો દોડાવાશે. તા. 26થી 30 ઓક્ટોબર દરમિયાન અમદાવાદથી દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ, સૌરાષ્ટ્ર, સુરત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં આ સંચાલન હાથ ધરાશે. એકસાથે આખી બસનું ગ્રૂપ બુકિંગ હશે તો એસટી બસને જેતે સ્થળે મોકલીને મુસાફરોને ઘરઆંગણે સેવાઓ પુરી પાડવાનું પણ આયોજન કરાયું છે.
Source link