શહેરમાં પહેલી વખત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીના કોલ્ડપ્લેના કોન્સર્ટનું આયોજન કરાયુ છે આ કોન્સર્ટ માટેનું બુકિંગ 16 નવેમ્બરના બપોરના સમયે બુકિંગ શરૂ કરાયુ હતુ પણ ગણતરીના કલાકોમાં જ 25 જાન્યુ.નો શો હાઉસફુલ થઈ જતા મુંબઈના શોની માફક જ અમદાવાદમાં પણ આયોજકો દ્વારા વધુ એક દિવસ 26 જાન્યુઆરીની ફાળવણી કરાઈ છે. તેમાં પણ જાહેરાત થતાંની સાથે જ ધડાધડ ટિકિટોનું વેચાણ થઈ જતાં ઘણાં લોકો રાહ જોતા જ રહી ગયા છે. આ દરમિયાન બુકિંગ સમયે પાંચ લાખથી વધુ લોકો વેટિંગ હોવાનું જાણવા મળ્યું હતું.
જ્યાં એક તરફ અંદાજે 1.10 લાખની ક્ષમતા ધરાવતાં સ્ટેડિયમ માટે 70 થી 75 હજાર ટિકિટો બુકિંગ માટે ફાળવાઈ હતી. પરંતુ 1.50 લાખ જેટલા લોકોએ ટિકિટ બુક કરી હોવાની વિગતો સામે આવી રહી છે. પ્રાઈવેટ વેબસાઈટ પરથી બુકિંગ ન મળવાના કારણે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી પણ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. જેમાં 3000 થી 4500ની ટિકિટના 15થી 20 હજાર સુધીના ભાવ લગાવી રહ્યા છે. તેમજ હોટલ અને આસપાસના મકાનોના ભાડા પર રાતોરાત વધવા લાગ્યા છે.
મોટેરાના સ્થાનિકોએ ભાડા વધારી દીધા :
25 અને 26 જાન્યુઆરીના કોન્સર્ટ પહેલાં કોલ્ડપ્લેનો ગ્રાઉન્ડ સ્ટાફ અને આયોજકોની ટીમનો મોટો કાફલો શહેરમાં આવશે. આ માટે સ્ટેડિયમની આસપાસના મકાનોના ભાડાં વધારી દીધા છે. જેમાં લોકોએ જૂના એગ્રીમેન્ટ કેન્સલ કરીને ઉંચા ભાડા પર મકાન આપી રહ્યા છે. જેના બે મહિનાના ભાડામાં પાંચથી છ ગણાનો વધારો કરી દેવાયો છે. કેટલાંક લોકોએ પોતાના ઘરના રૂમ પણ ખાસ એક બે દિવસ માટે ભાડે આપવાની જોગવાઈઓ ઉભી કરી દીધી છે.
ઓનલાઈન ટિકીટના વેચાણ પર સાઈબર ક્રાઈમની પણ વોચ
બુક માય શોની વેબસાઈટ પરથી કોલ્ડ પ્લેની ટિકીટનું વેચાણ કરવામાં આવ્યું છે. જેના માટે સાયબર ક્રાઈમની ટીમે લોકો અન્ય કોઈ વેબસાઈટ પરથી ખરીદી ન કરે અને સોશિયલ મીડિયા પર વેચાણ કરે તેના પર સંપૂર્ણ વોચ રાખવામાં આવી છે. તેમજ ટિકિટની કાળાબજારી ન થાય તે માટે પણ લોકોને જેન્યુન સાઈટ પરથી જ ખરીદી કરવા માટે અપીલ કરી છે.
આજે દિલજિતનો શો હાઉસફુલ
ગાંધીનગર ગિફિટ સીટીમાં દિલજીત દોસાંજનો શો યોજાઈ રહ્યો છે. જેમાં 3000 થી 5000ની કિંમત 15 થી 20 હજાર સુધીના ભાવમાં વેચાય છે. જેના માટે ડુપ્લિકેટ પાસ અને નકલી ટિકિટોની પણ વેચાણ થતાં આયોજકોએ પોલીસની મદદ લીધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
Source link