હળવદનાં ગ્રામ્ય વિસ્તારોમાં ડબલ ઋતુંનો કહેર જોવા મળ્યો છે અને મચ્છર જન્ય રોગોએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે તાલુકાના નવા ઈશનપુર ગામે ડેન્ગ્યુ અને મેલેરિયા તાવના કેસો નોંધાયા છે જેમાં ૧૫૦૦ની આસપાસ વસ્તી ધરાવતા ગામમાં ૮૦ જેટલાં ડેંગ્યુ કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગની ટીમને હવે ખબર પડતાં હરકતમાં આવ્યું છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે આરોગ્ય વિભાગ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં નિષ્ફળ નીવડયુ હોય તેમ તાલુકામાં મચ્છર જન્ય સતત ડેન્ગ્યુ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને એકબાજુ વરસાદમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને બીજી બાજુ આવા સારવાર પાછળ ખર્ચા કરવા લોકો મજબૂર બન્યા છે હળવદનાં નવા ઈશનપુરમાં આસરે ૧૫૦૦ ની વસ્તી છે એમાં પણ ૮૦ જેટલાં લોકો ડેંગ્યુ રોગમાં સપડાયા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હવે હરકતમાં આવીને આરોગ્ય વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે અને રિપોર્ટ ચકાસણી શરૂ કરી છે.
નવાં ઈસનપુરમાં રહેતા હરખાબાઈ રૂગનાથભાઈ,નારણભાઈ કાનજીભાઈ ,રમેશભાઈ મકવાણા સહિતનાઓ જણાવ્યું હતું કે અમારા ગામમાં ૮૦ જેટલાં લોકોને ડેન્ગ્યુ કેસ પોઝિટિવ આવ્યા છે અને મોટાભાગનાં લોકો ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેથી કરીને આંકડામાં ઓછા જોવા મળી રહ્યાં છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
Source link