GUJARAT

Ahmedabad :લાંચમાં પકડાયેલા ડિવિઝનલ ફાયર ઓફિસરને ભરતી પ્રક્રિયા માટે બોલાવાયા

  • વિવાદથી સળગી રહેલા ફાયર વિભાગમાં દીવા તળે અંધારા જેવો ઘાટ
  • ઓનલાઇન ફોર્મ ભર્યું તે સમયે તે સમયે ફાયરવિભાગે કઇ રીતે સ્વીકાર્યું તે સવાલ
  • લાંચિયા અધિકારીઓની તંત્ર સાથે મિલીભગત કે બેદરકારીની ભરમાર

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ફાયર બ્રિગેડની અંદર ચાલતી પોલમપોલ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. હાલમાં રાજકોટમાં 3થી વધુ ફાયર અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનની આગ કાંડમાં અંદર છે તો તેની જગ્યાએ આવેલા ફાયર અધિકારીએ પણ લાંચ લઈને સાબિત કરી દીધુ છે

અમને કોઈ ફર્ક પડતો નથી ત્યારે હવે એક નવો વિવાદ હવે અમદાવાદ ફાયર બ્રિગેડનો બહાર આવ્યો છે. જેમાં અમદાવાદમાં 2022માં એનઓસી આપવા માટે માંગેલી લાંચમા એએમસીના વિજીલન્સ ચેકિગમાં ઝડપાયો હતો. હવે આ અધિકારી હવે નવી ભરતી માટે ઈન્ટરવ્યુ આપી રહ્યો છે અને દીવા તળે અંધારા સમાન ફાયર વિભાગે તેમના ડોકયુમેન્ટની પ્રોસેસ પણ શરૂ કરી છે. લાંચિયા અધિકારીઓને સાચવવા કે ફરી નોકરીએ લેવા એ તંત્રની મજબુરી છે કે મિલિભગત તે સવાલ લોકો પુછી રહ્યાં છે.

શહેરમાં વર્ષ 2022માં ખાનગી સ્કૂલને ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ આપવા માટે લાંચ લેવાના કેસમાં ડિવિઝનલ ફાયર ઓફ્સિર મનીષ મોડ સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. જેની તપાસ શરૂ થતાંની સાથે જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એક વર્ષની તપાસ બાદ કોર્પોરેશનના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન વિભાગ દ્વારા નોકરીમાંથી ટર્મિનેટ કરવાની નોટિસ બંધ કવરમાં આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ હતુ. જ્યારે ફાયરબ્રિગ્રેડમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચીફ્ ફાયર ઓફ્સિરની જગ્યા ઇન્ચાર્જમાં ચાલી રહી છે. તે માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં જે લોકો સામે ઇન્કવાયરી અને લાંચ કેસમાં પકડાયા છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે. એટલે કે જે-તે સમયે ફોર્મ ભર્યુ તે સમયે તંત્ર દ્વારા કઇ રીતે તેમનું ફોર્મ સ્વીકારવામાં આવ્યુ તે અંગે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. જ્યારે તંત્રમાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે.

2022માં ખાનપુરની એક સ્કૂલે ફાયરસેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા શહેરની એક એજન્સીને હાયર કરી હતી. સ્કૂલ અને એજન્સી વચ્ચે ફાયરસેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા ફાયર વિભાગમાંથી ફાયર સેફ્ટી સર્ટિફ્કિેટ લાવી આપવા 6.30 લાખનું પેકેજ નક્કી થયું હતું. આ મુદ્દે અધિકારી મનીષ મોડ સંકજામાં આવ્યા હતા. ફાયરની ટીમ સ્કૂલમાં ઈન્સ્પેક્શન કરવા માટે ગઇ હતી. જે બાદ ગત 15 નવેમ્બરે સ્કૂલને ફાયરસેફ્ટી સર્ટિફ્કિેટ મળી ગયું હતું. જે પહેલા ફાયર ઈન્સ્ટોલેશન સાઈટના ફેટોગ્રાફ્સ અને વીડિયો જે તે ડિવિઝનના અધિકારીને પેનડ્રાઈવમાં ડાઉનલોડ કરી મોકલવાનો નિયમ છે. જેથી 12 નવેમ્બરે એજન્સીએ ડિવિઝનલ ફાયર ઓફ્સિર મનીષ મોડને પેનડ્રાઈવ આપવા ગયો ત્યારે મનીષે કહ્યું કે, ખાલી પેન ડ્રાઈવ જ લાવ્યા છો બીજું કાંઈ લાવ્યા નથી કહીને લાંચ માંગી હતી. આ સમગ્ર બાબતનું સ્ટિંગ ઓપરેશન સામે આવતા કોર્પોરેશન દ્વારા વિજિલન્સ તપાસ શરૂ કરાઈ હતી. જેમાં મનીષ મોડે લાંચ લીધી હતી. જેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઇન્ચાર્જ ચીફ્ ફાયર ઓફ્સિર જયેશ ખડિયા અને ડિવિઝનલ ફાયર ઓફ્સિર ઇનાયત શેખ સામે પણ તપાસ ચાલી રહી છે તેમ છતા તેમને ભરતી પ્રક્રિયામાં બોલાવ્યા હતા.

અગાઉ બોગસ સ્પોન્સરશિપ મામલે છ ફાયર અધિકારીને વિજિલન્સે તપાસ બાદ ટર્મિનેશન નોટિસ આપી હતી

બોગસ સ્પોન્સરશિપ લેટરના આધારે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજમાં અમદાવાદ ફાયર વિભાગના નવ અધિકારીઓએ પ્રવેશ મેળવ્યો હોવાનો આક્ષેપ કરાયોહતો. વિજિલન્સ તપાસ બાદ તમામ નવ અધિકારીઓને ફઈનલ ટર્મિનેશન નોટિસ તંત્ર દ્વારા આપી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button