- થાન ગેસ ચોરી કેસમાં કંપનીના માણસે જ ગેરકાયદે ફિટિંગ કરી આપ્યાનું ખૂલ્યું
- ગત તા. 5મી ઓગસ્ટે ટેકનિકલ સ્ટાફના ચેકિંગ દરમિયાન ગેસ ચોરીનું કરતૂત ધ્યાને આવ્યું હતું
- થાનમાં કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશ માટે જોડાણો અપાયા છે
થાનના વગડીયા રોડ પર આવેલ સીરામીક એકમમાં ગત તા.5 મીમીએ ચેકીંગમાં ગેસ ચોરી ધ્યાને આવી હતી. એથી તાત્કાલિક અસરથી પુરવઠો બંધ કરી દેવાયો હતો.
ત્યારે આ કેસમાં ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજરે એકમના બે ભાગીદારો અને કોન્ટ્રાકટર કંપનીના માણસ સહિત 3 સામે રૂ. 1.65 કરોડની ગેસ ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા થાનમાં કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશ માટે જોડાણો અપાયા છે. જેમાં થાનના વગડીયા રોડે આવેલ સ્નો સેરા પ્રા. લિ.માં પણ તા. 1-12-2014થી જોડાણ અપાયુ છે. ઔદ્યોગીક એકમોમાં અપાયેલા કનેકશનમાં અવારનવાર ચેકીંગ કરવામાં આવે છે. ત્યારે ગત તા. પમી ઓગસ્ટે ગેસ કંપનીનો ટેકનીકલ સ્ટાફ સ્નો સેરા કંપનીમાં ચેકીંગ માટે ગયો હતો. જેમાં કંપનીને અપાયેલ કનેકશનના વાલ બંધ હતા જયારે ગેસથી કંપનીમાં પ્રોડકશન ચાલુ હતુ. આથી તપાસ કરતા કંપનીમાં કનેકશન મીટર પહેલા અલગથી ગેરકાયદે કનેકશન લઈને ગેસ ચોરી થતી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી કનેકશન બંધ કરી દેવાયુ હતુ. જયારે આ અંગે તપાસ કરતા ગેસ કંપનીના કોન્ટ્રાકટર મેસર્સ આત્મીય બીલ્ડકોનના કર્મી ભરત દેવાભાઈ કુમખાણીયાએ જ બે માસ પહેલા કંપનીના ભાગીદારો ભુપત ગોવિંદભાઈ પટેલ અને અંકીત પટેલ સાથે મળી જેસીબીથી ખોદાણ કરી કંપનીના સ્ટોર રૂમમાંથી જરૂરી સામાન લઈ ગેરકાયદે કનેકશન આપ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ બનાવમાં ગત તા. 29મીએ મોડી સાંજે ગેસ કંપનીના ડેપ્યુટી મેનેજર જય હર્ષદભાઈ ચૌહાણે થાન પોલીસ મથકે ભુપત ગોવિંદભાઈ પટેલ, અંકીત પટેલ, ભરત કુમખાણીયા અને તપાસમાં ખુલે તે શખ્સો સહિત રૂ. 1.65 કરોડની ગેસ ચોરીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ વી.કે.ખાંટ ચલાવી રહ્યા છે.
Source link