ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા મંગળવારના રોજ કડવા પાટીદાર સમાજવાડી, જેતપુર, વડાલી ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃત્તિ આવે તે માટે જન આંદોલન અભિયાન હાથ ધરાયું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના ઈડર તાલુકા પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ વગેરેની ખાસ ઉપસ્થિતમાં વડાલી, ઈડર અને વિજયનગર તાલુકાના ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ખેડૂત ભાઈ-બહેનોને પ્રાકૃતિક ખેતી શા માટે આજના સમયની તાતી જરૂરીયાત છે તેમજ તેના આધ્યાત્મીક અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખૂબ જ ઉંડાણ પૂર્વકની માહિતી પુરી પાડી હતી. હાજર તમામને આગામી સમયમાં પોતાના જમીનના નાના એવા ભાગથી પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમના સ્થળે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પ્રાકૃતિક ખેત પેદાશોના તેમજ ફાર્મ મીકેનાઈઝેશન, માઈક્રો ઈરીગેશન સિસ્ટમ વગેરેના સ્ટોલનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ ડ્રોન પધ્ધતિનો લાઈવ ડેમો પણ કાર્યક્રમના સ્થળે ગોઠવવામાં આવ્યો હતો.
Source link