GUJARAT

Himmatnagar: મહિલા સશકતીકરણ- જાગૃત્તિ સેમિનાર

સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષક સાબરકાંઠાના માર્ર્ગદર્શન હેઠળ બુધવારે હિંમતનગરના ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃત્તિ સેમિનારનું આયોજન કરાયું હતુ. જેમાં નવીન કાયદાઓ અંગે ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડ લાઈન, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી, મહિલાઓને લગતા નવા કાયદાઓની સમજ આપવામાં આવી હતી.

આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઇલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે આ સેમિનારમાં સાયબર તથા જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા સાયબરને લગતા ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ, પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી, નવા કાયદાઓની અમલવારીની જાણકારી, ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત વિસ્તૃત સમજ અપાઈ હતી. ઉપરાંત ભારતીય દંડ સંહિતા તેમજ અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-2023, નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ-2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023ની માહિતી આપવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસની શી ટીમની કામગીરી, અભયમ હેલ્પલાઇન 181ની કામગીરી, સાયબર ફ્રોડમાં 1930 ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતે પણ આ વિદ્યાર્થીનેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી સહિત શાળા કોલેજની 750 વધુ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button