સાયલા-મૂળી હાઇવે પર પરોઢે ગામ તરફ્ આવી રહેલ એક ટ્રેક્ટરના ચાલકે કાબૂ ગુમાવતા વાહન રોડ બાજુના ખેતરમાં પલટી ખાઇને પટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અક્સ્માત સમયે ટ્રેકટરમાં સવાર ત્રણ પૈકીના બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ થવા પામી હતી.
જ્યારે ચાલકની બાજુમાં બેસેલા અને રોડ પર ગેરેજમાં કામ કરતા યુવાન પર ટ્રેક્ટર ખાબકતા તે નીચે દબાઇ ગયો હતો. બુધવારે પરોઢે અક્સ્માતના અવાજથી આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો તેમજ નાઇટ ડયુટીમાં ફ્રજ બજાવતા હોમગાર્ડ જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ટ્રેક્ટર નીચે ફ્સાયેલા યુવાન નીલેશ લકુમને બહાર કાઢવાની બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારેખમ વાહનના પલટી ખાઇ જવાના અકસ્માતમાં હાજર લોકો દ્વારા જેસીબીની મદદથી ટ્રેક્ટરના મોટા વ્હીલ નીચે દબાયેલ યુવાનને બહાર કાઢવામાં સફ્ળતા મેળવી હતી. પરંતુ ગંભીર ઇજાઓ થવાથી 23 વર્ષીય યુવાન નીલેશ રામજીભાઇ લકુમનું કમકમાટીભર્યું મોત નીપજતાં અરેરાટી ફેલાઇ જવા પામી હતી અને મૃતકના સમાજના લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઇ ગયા હતા. પોલીસ દ્વારા આ બાબતે પરીવારજનોના નિવેદનો નોંધી મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૂળ ચૂડાના અને હાલ સાયલા ખાતે ગેરેજમાં કામ કરતા યુવાનની લાશને તેના વતન ચૂડા ખાતે લઇ જવાતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
Source link