દસાડા તાલુકાના વણોદ ગામે જુગારની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં 4 શખ્સો રોકડા રૂપિયા અને બાઈક સહિત રૂ. 40,300ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં 4 શખ્સો ફરાર થઈ ગયા હતા. એક આરોપી નાસવા જતા નીચે પટકાતા પગ મચકોડાઈ જતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દસાડા પીએસઆઈ વી.જે.માલવીયા, વિજયસીંહ, વિરેન્દ્રસીંહ સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન વણોદ ગામની સીમમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈને ગંજીપાનાનો જુગાર રમતા જુગારીયાઓમાં નાસભાગ મચી હતી. અને સોહીલ ઈકબાલભાઈ બોરીચા, ફીરોઝ મહમદભાઈ પઢીયાર, અબ્દુલ જીવાભાઈ ખોખર ઝડપાયા હતા. જયારે ઈકબાલ મોતીભાઈ બોરીચા નાસવા જતા પડી જતા પગ મચકોડાઈ જતા પકડાયો હતો. ઈકબાલને પગમાં દુઃખાવો થતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. જયારે બાકીના શખ્સો પાસેથી રોકડા રૂ. 15,300, બાઈક સહિત રૂ. 40,300નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દરોડામાં રીઝવાન મલેકભાઈ સીપાઈ, જોરાવરખાન ભાડીયા, તોસીફ ઈકબાલભાઈ મલીક અને બાઈક ચાલક ફરાર થઈ ગયા હતા. પોલીસે બનાવની ફરિયાદ નોંધી ફરાર શખ્સોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
Source link