ધ્રાંગધ્રા તાલુકાના રાજપરથી સતાપર ગામ વચ્ચે બનતા પુલનું કામ હલ્કી ગુણવતાનું થવાની ગ્રામજનો અને સદસ્યએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાંય કામ બંધ નહીં કરાવતા કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની મિલીભગત હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.
ધ્રાંગધ્રાના રાજપર ગામથી સતાપર ગામ વચ્ચેનો નવો રોડ મંજૂર થતાની સાથે જ રોડ બનતા પહેલા પુલનું કામ શરૂ કરી દેવાયું છે.આ કામ ગુણવતા વગરનું થાય છે એ સ્પસ્ટ દેખાય છે પૂરતા પ્રમાણમાં સિમેન્ટનો માલ પણ વપરાતો નથી માત્ર કપચી જ દેખાય છે અને પથ્થર નાખતા હોવાનું પણ દેખાય છે.આવા કામના કારણે એક વરસાદ થતાની સાથે જ પુલ વેરવિખેર થઈ શકે છે. આ ગંભીર બાબતે જીલ્લા પંચાયતના સદસ્ય પપુભાઇ ઠાકોર શહીત ગ્રામજનોએ જણાવેલકે ગુણવતા વગરનું કામ નજરે દેખાય છે વારંવાર રજૂઆત ક્રરવા છતાય કામ બંધકરાવી યોગ્ય કામ થાય એવી માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી પણ હાથ ધરાતી નથી.
Source link