લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો | 5 men pelt stones at 2 brothers who went to do a panchnama with the police

by

Thenewsdk

Updated: 24-05-2026, 05.30 AM

Follow us:

પોલીસ સાથે પંચનામું કરવા ગયેલા 2 ભાઈ પર 5 શખ્સનો પથ્થરમારો | 5 men pelt stones at 2 brothers who went to do a panchnama with the police



ખેડુતવાસ
મફતનગર વિસ્તારમાં બનાવ બન્યો

પોલીસે
આરોપીને પકડવાને બદલે ભાઈઓને છોડાવી સ્થળ પરથી નીકળી ગયા

ભાવનગર – 
ખેડુતવાસ મફતનગર ઢોરી ઉપર મેલડીમાની ધારથી આગળ ફરિયાદ
માટેનું પંચનામું કરવા ગયેલ ફરિયાદી અને તેના ભાઈ પર પાંચ ઇસમને પોલીસની હાજરીમાં
હુમલો કરાયો હતો.

ખેડૂતવાસ
મફતનગર મેલડીમાતાની ધાર રામાપીરના મંદિર પાસે રહેતા સાગરભાઈ રાજેશભાઈ વાજાએ ગઇ
તા.૨૧ મે ૨૦૨૬ ના રોજ મારે ખેડુતવાસ મફતનગર ઢોરી ઉપર મેલડીમાની ધારથી આગળ કુણાલના
ઘર પાસે માથાકુટ થયેલી હતી અને જેમાં સાગરભાઈએ ફરિયાદ નોંધાવેલી હતી. અને પંચનામા
માટે પોલીસ દ્વારા ફોન કરવામાં આવતા અને બનાવવાળી જગ્યા બતાવાનુ જણાવતા સાગરભાઈ
તથા તેના ભાઇ સંજયભાઇ બનાવવાળી જગ્યાએ ગયા હતા. અને અહીં આગળ રાહુલ કાંન્તીભાઈ તથા
વીના હાજર હોય આ વખતે કુણાલની માતા શાંતાબેન ચુડાસમા પાસે આવેલ અને કહેલ કે અમારી
ઉપર શું કામ ફરિયાદ કરેલ છે. તેમ કહી ગાળો દેવા લાગેલ અને કહેલ કે હવે જો ફરિયાદ
કરશો તો તમને જાનથી મારી નાખશુ એવી ધમકી આપેલ હતી અને તે વખતે રાહુલ ઉર્ફે ઇતી
, આકાશ ઉર્ફે ભેંસો તથા
જટી વાઘેલા તથા નકુલ આવી ગાળો બોલી બન્ને ભાઈ પર ઇંટડાનો ઘા કરવા લાગેલ આ દરમ્યાન
બોરડીગેટથી જમાદાર રઘુવિરસિંહ તથા ભદ્રેશભાઇ પંચનામાની કાર્યવાહી માટે આવેલ હોય
અને તેઓ લાકડી લઇ વચ્ચે પડયા હતા.પરંતુ બંને ભાઈઓને ઇજા થઈ હતી.આ સમગ્ર મામલે
પોલીસ તમાશો જોયો આરોપીઓને પકડવાને બદલે પાંચનું કરતી રહી અને માતા પુત્ર જુગાર
સહિત મારા મારી માં ફરાર હોવા છતાં પકડવાની પોલીસે તસ્દી લીધી ન હતી.આ બનાવ
સંદર્ભે સાગરભાઈએ પાંચ શખ્સ વિરૃધ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤