લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ ડીએલઆર કચેરીએ 545 ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ | DLR office issues 42209 property cards in 545 villages

by

Thenewsdk

Updated: 24-05-2026, 07.50 AM

Follow us:

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ ડીએલઆર કચેરીએ 545 ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ | DLR office issues 42209 property cards in 545 villages



સ્વામિત્વ
યોજના હેઠળ સર્વે કામગીરી પૂર્ણતા તરફ

ડ્રોન
સર્વે કરાયેલ ૫૩ ગામોની કામગીરી બાકી
,
સૌથી વધુ તળાજા, મહુવા, ભાવનગર
અને પાલીતાણામાં પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ થયા

ભાવનગર
–  ગામ તળની ગામનમુના પર આધારિત મિલ્કતના
પ્રોપર્ટી કાર્ડ બનાવવાની સ્થાપીત્ય યોજના હેઠળ ડ્રોન સર્વ ેકરાયેલ ૫૯૮ ગામો પૈકી
૫૪૫ ગામોનો રૃબરૃ સર્વેયર દ્વારા પ્રમોગેશન થયા બાદ હાલ કુલ ૪૨૨૦૯ મિલકત ધારકોને
પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હોવાનું અને હજુ ૫૩ ગામોનું કામ બાકી હોવાનું જણાયું
છે.

મિલકતનો
પાકો આધાર એટલે પ્રોપર્ટી કાર્ડ છે. જ્યારે ગામ તળની આવી ઘણી મિલકતો હાલ માત્ર
ગામના નમુના પર આધારીત છે. જ્યારે આવી મિલકતોને નિયમાનુસાર કરવા સ્વામિત્વ યોજના
અમલી બનાવાઈ છે. ૨૪ જાન્યુ. ૨૦૨૨થી લાગુ કરાયેલ છે અને આ યોજના હેઠળ પ્રથમ તલાટી
દ્વારા મિલકતની બાઉન્ડ્રી પર ચુના માર્કીંગ કરાય છે અને ત્યારબાદ સર્વે ઓફ ઈન્ડિયા
દ્વારા ડ્રોન ઉડાડી સર્વે કરવામાં આવે છે. જેના રીપોર્ટનું ક્રોસ વેરીફીકેશન કરવા
એનજ્સીના આવેલા ડેટા સાથે ડીએસઆર કચેરીમાંથી સર્વેયર દ્વારા વેરીફીકેશન રૃબરૃ કરી
જે તે મિલકતના ડેટા અપલોડ કરી પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. જેથી ગામની
તમામ જમીનની હદ નક્કી થાય છે. મકાન પર બેંક લોન લેવા સહિતનો લાભ મિલકત ધારકને મળી
શકે છે. આમ સ્વામિત્વ યોજના હેઠળ ભાવનગર જિલ્લાનાં ૧૦ તાલુકાનાં ૬૩૬ ગામોને આવરી
લેવાયા છે અને ચુના માર્કિંગ બાદ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા ડ્રોન ઉડાડી જિલ્લાનાં
૫૯૮ ગામના રીપોર્ટ કચેરીને સોપાયો છે. જેમાં સર્વેયર દ્વારા હાલ ૫૪૫ ગામોના
પ્રમોલગેશન થવા પામ્યા છે. જેની કુલ ૪૨૨૦૯ મિલકતના પ્રોપર્ટી કાર્ડ બની મિલકત
ધારકોને વિતરણ કરી દેવાયા હોવાનું જણાયું છે. જેમાં તળાજા
, મહુવા, ભાવનગર અને પાલીતાણામાં સૌથી વધુ પ્રોપર્ટી કાર્ડ વિતરણની કામગીરી થવા
પામી હોવાનું જણાય છે. જ્યારે મંજુર થયેલ ગામો પૈકી ૫૩ ગામોનો સર્વે હજુ બાકી
રહેવા પામયો છે. જ્યારે છેલ્લા છ માસમાં ૪૮૯૬ પ્રોપર્ટી કાર્ડ ડીએસઆર કચેરી દ્વારા
વિતરણ કરવામાં આવ્યા છે. જો કે હાલ જે કામગીરી બાકી છે તેમાં પણ ઝડપ લાવી પૂર્ણતા
તરફ આગળ વધી રહી છે.

 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤