લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ભારતને મળ્યો પોતાનો ‘ઉસૈન બોલ્ટ’! પંજાબના ગુરિન્દરવીર સિંહે 48 કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ | Gurindervir Singh Breaks 10 10s Barrier New 100m National Record at Federation Cup Athletics

by

Thenewsdk

Updated: 24-05-2026, 03.21 PM

Follow us:

ભારતને મળ્યો પોતાનો ‘ઉસૈન બોલ્ટ’! પંજાબના ગુરિન્દરવીર સિંહે 48 કલાકમાં બે વાર તોડ્યો નેશનલ રેકોર્ડ | Gurindervir Singh Breaks 10 10s Barrier New 100m National Record at Federation Cup Athletics



photo 1779616300786


Gurindervir Singh Breaks 10.10s Barrier: રાંચીમાં આયોજિત ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન ભારતીય દોડવીરો (સ્પ્રિન્ટિંગ) વચ્ચે બે દિવસ સુધી એક ઐતિહાસિક મુકાબલો જોવા મળ્યો છે. પંજાબના સ્ટાર દોડવીર ગુરિન્દરવીર સિંહે પુરુષોની 100 મીટર દોડની સ્પર્ધામાં બે વાર નેશનલ રેકોર્ડ પોતાના નામે કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. શનિવારે 23 મે, 2026ના રોજ યોજાયેલા ફાઇનલ મુકાબલામાં તેમણે માત્ર 10.09 સેકન્ડની શાનદાર દોડ લગાવીને 10.10 સેકન્ડની મર્યાદા પાર કરનારા પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે તેમણે કોમનવેલ્થ ગેમ્સ (10.16 સેકન્ડ ક્વોલિફિકેશન માર્ક) અને એશિયન ગેમ્સ માટે પણ પોતાની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે.

ગુરિન્દરવીર અને અમિનેશ વચ્ચે રોમાંચક ટક્કર

તાજેતરના વર્ષોમાં ભારતીય એથ્લેટિક્સમાં આવી રોમાંચક હરીફાઈ ક્યારેય જોવા મળી નથી. ફાઇનલ મેચના બરાબર 24 કલાક પહેલા એટલે કે શુક્રવારે સેમિફાઇનલ દરમિયાન પણ ગુરિન્દરવીર અને ઓડિશાના દોડવીર અમિનેશ કુજુર વચ્ચે રાષ્ટ્રીય રેકોર્ડ તોડવાની અદ્ભુત રેસ જામી હતી. જોકે, શનિવારે રમાયેલી ફાઇનલમાં ગુરિન્દરવીરે બાજી મારીને અમિનેશ પાસેથી નેશનલ રેકોર્ડ પાછો છીનવી લીધો હતો. આ ફાઇનલ રેસમાં અમિનેશ કુજુર 10.20 સેકન્ડ સાથે બીજા ક્રમે અને પ્રણવ પ્રમોદ 10.29 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

શુક્રવારે મિનિટોમાં બદલાયા હતા રેકોર્ડ

નેશનલ રેકોર્ડને લઈને ચાલી રહેલી આ ઉથલપાથલ 22 મેના રોજ સેમિફાઇનલ રાઉન્ડ દરમિયાન જ શરૂ થઈ ગઈ હતી. પ્રથમ સેમિફાઇનલ હીટમાં ગુરિન્દરવીર સિંહે 10.17 સેકન્ડનો સમય કાઢીને અમિનેશ કુજુરનો 10.18 સેકન્ડનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જોકે, પંજાબના આ દોડવીરની ખુશી માત્ર થોડી જ મિનિટો ટકી શકી હતી, કારણ કે તેના પછીની જ હીટમાં અમિનેશ કુજુરે 10.15 સેકન્ડમાં દોડ પૂરી કરીને ગુરિન્દરવીરનો રેકોર્ડ તોડીને ફરીથી ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.

આ પણ વાંચો: IPLમાં પંત સામે કેપ્ટન્સી છીનવાઈ જવાનો ખતરો! ટીમના ખરાબ પરફોર્મન્સ પર કોચનું મોટું નિવેદન

ફાઇનલમાં ગુરિન્દરવીરની ધમાકેદાર વાપસી

શુક્રવારની રેસમાં ઓડિશાના અમિનેશ કુજુરે કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કરી લીધું હતું, પરંતુ પંજાબના ગુરિન્દરવીર સિંહ માત્ર 0.01 સેકન્ડના ખૂબ જ નાના અંતરથી ચૂકી ગયા હતા. આ અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે તેમણે શનિવારે ફાઇનલમાં જોરદાર વાપસી કરી. ગુરિન્દરવીરે મેદાન પર પોતાની ઝડપનો અદ્ભુત નમૂનો બતાવીને માત્ર 10.09 સેકન્ડમાં દોડ પૂરી કરી લીધી. આ સાથે જ તેઓ 10.10 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં 100 મીટરની રેસ પૂરી કરનારા ભારતના સૌથી પહેલા અને સર્વશ્રેષ્ઠ એથ્લીટ બની ગયા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤