લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશે ઈશ્ક કરો નામની નવી રાજકીય પાર્ટી બનાવી | Former Supreme Court judge forms new political party called Ishq Karo

by

Thenewsdk

Updated: 09-06-2026, 05.35 AM

Follow us:

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશે ઈશ્ક કરો નામની નવી રાજકીય પાર્ટી બનાવી | Former Supreme Court judge forms new political party called Ishq Karo



– આ પાર્ટી નફરત નહીં, પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરશે : કાત્જુ

– ઈશ્ક કરો પાર્ટી દેશમાં બેરોજગારી, ગરીબી અને ભૂખમરાનો મુદ્દો ઉઠાવશે: કાત્જુએ સીજેપીના સ્થાપક અભિજીતને મુર્ખ ગણાવ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ માર્કેન્ડેય કાત્જુએ ઈશ્ક કરો પાર્ટી બનાવી છે. સુપ્રીમ કોર્ટના આ પૂર્વ ન્યાયધીશે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે આ પાર્ટી દેશની જુદી જુદી સમસ્યાઓ સામે લડશે. લોકોને પ્રેમ કરવા માટે પ્રોત્સાહન આપશે. નફરતની રાજનીતિ નહીં કરે. તેમણે એવુેંય કહ્યું હતું કે આ પાર્ટી હોદ્દેદારોની નિમણૂક કરી રહી છે. તેમણે જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓને અને જાહેર જીવનના લોકોને આ પાર્ટીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે.

એક તરફ કોકરોચ જનતા પાર્ટી માત્ર સોશિયલ મીડિયા પાર્ટી ન રહેતા હવે ગ્રાઉન્ડ પર ઉતરી ગઈ છે. શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સહિતના હજારો યુવાનોએ જંતર-મંતરમાં પ્રદર્શનો કર્યા હતા અને આગામી દિવસોમાં વધુ દેખાવો કરવાની ચિમકી પણ આપી છે.

બીજી તરફ આ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકને મુર્ખ ગણાવીને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધીશ માર્કેન્ડેય કાત્જુએ નવી પાર્ટી બનાવી છે, જેનું નામ રાખ્યું – ઈશ્ક કરો પાર્ટી. તેમણે સંખ્યાબંધ પોસ્ટ મૂકીને આ પાર્ટીનો વિચાર સ્પષ્ટ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરવામાં સમય બગાડતા લોકો પણ મુર્ખ છે. તેમણે અમારી પાર્ટીમાં જોડાઈ જવું જોઈએ. કારણ કે કોકરોચ જનતા પાર્ટીનો વિરોધ લોજિકલ નથી. શિક્ષણ મંત્રીનું રાજીનામું માગી લેવાથી વાત બનશે નહીં, એક શિક્ષણ મંત્રી જશે ને બીજા આવશે. અભિજીત દીપકે પેપર લીકનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ ખરેખર તો આખો દેશ લીક થઈ ગયો છે.

તેમના કહેવા પ્રમાણે ઈશ્ક કરો પાર્ટી નફરતની રાજનીતિ નહીં, પરંતુ પ્રેમની રાજનીતિ કરશે. લોકોને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરશે, પરંતુ આ માત્ર વેલેન્ટાઈન્સ ડે જેવું નહીં હોય. દેશમાં બેરોજગારી, ગરીબી, ભૂખમરો જેવી અનેક સમસ્યા સામે આ પાર્ટી લડશે. ઉલ્લેખનીય છે કે સરકારી તંત્ર પર કે સિસ્ટમ પર કટાક્ષ કરવા માટે વ્યંગ પાર્ટીઓ આખી દુનિયામાં બનતી હોય છે. આ પાર્ટી પણ એવા જ પ્રકારની પાર્ટી છે એવી કમેન્ટ લોકોએ કાત્જુની પોસ્ટમાં કરી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤