લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing 98 high: two way movement in Gold silver

by

Thenewsdk

Updated: 09-06-2026, 06.30 AM

Follow us:

ક્રૂડ ઉંચામાં 98 ડોલર પાર કર્યા પછી ઘટયું :સોના ચાંદીમાં બે તરફી ઉછળકુદ | Crude slips after crossing 98 high: two way movement in Gold silver



photo 1780933841980

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઘટયા હતા. જો કે આરંભમાં ભાવ નીચા ખુલ્યા પછી વધ્યા હતા. છતાં શ નિવારના બંધ ભાવની સરખામણીએ આજે ભાવ નીચા બંધ રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી ઉછળકૂદ બતાવી રહ્યા હતા. ક્રૂડતેલના ભાવ ચાર ટકા ઉછળ્યા પછી ફરી ઘટયા હતા. 

ઈરાને ઈઝરાયલ પર હુમલાઓ ફરી શરૂ કર્યા પછી મોડેથી મળેલા સમંચાર મુજબ ઈરાને આવા હુમલાઓ અટકાવી દીધાના નિર્દેશો મળ્યા હતા. આના પગલે ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના નીચામમાં ૪૨૬૮ તથા ઉંચામાં ભાવ ૪૩૫૩ થઈ ૪૩૨૩ ડોલર રહ્યા હતા.

ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયો તૂટતાં તથા ડોલર ઉછળતાં તેની અસર પણ ઝવેરી બજારોમાં બેતરફી વધઘટના સ્વરૂપમાં પડી હતી એવું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ઘટી રૂ.૨૪૫૦૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના નીચામાં ૬૬.૧૭ તથા ઉંચામાં ૬૮.૫૨   થઈ ૬૮.૧૯થી ૬૮.૨૦ ડોલર રહ્યા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટ ક્રૂડના બેરલના ઉંચામાં ૯૮.૦૮ ડોલર થયા પછી ઘટી ૯૪.૨૬ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના સભાવ ઉંચામાં ૯૫.૪૭ થઈ ૯૧.૭૯ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૫૦૦થી ૬૦૦ ઘટી ૯૯૫ના ભાવવ નીચામાં રૂ.૧૫૦૧૬૪ થઈ રૂ.૧૫૦૮૮૨ જ્યારે ૯૯૯ના ભાવ નીચામાં રૂ.૧૫૦૭૬૮ થઈ રૂ.૧૫૧૪૮૯ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૧૭૦૦ ઘટી નીચામાં ભાવ રૂ.૨૪૧૧૬૦ થઈ રૂ.૨૪૪૩૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૭૪૦ તથા ઉંચામાં ૧૭૯૭ થઈ ૧૭૮૧થી ૧૭૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૧૨૧૧ તથા ઉંચામાં ૧૨૪૬ થઈ ૧૨૨૯થી ૧૨૩૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૩૭ ટકા માઈનસમાં રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ ઘટી નીચામાં ભાવ રૂ.૫૯૬૦૭ થઈ રૂ.૬૦૨૩૯ બંધ રહ્યા હતા. ક્રૂડતેલમાં વિશ્વ બજારમાં ચીનની નવી માગ ધીમી પડી હતી. ચીનમાં ક્રૂડ રિફાઈન કરવાની ક્ષમતા જે દૈનિક પાંચ લાખ બેરલ્સ વધારવાની યોજના હતી તે યોજના હાલ પુરતી મુલત્વી રાખવામાં આવ્યાના સમચારા પણ મળ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤