![]()
મુંબઈ : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ હુમલાએ પશ્ચિમ એશિયામાં ફરી મહાયુદ્વના મંડાણ થતાં વિશ્વ અસહ્ય મોંઘવારી સાથે ભયંકર મહામંદીમાં સપડાઈ જવાના એંધાણે આજે વૈશ્વિક બજારોમાં સાર્વત્રિક સુનામી સર્જાયું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ભડકવા સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૭૬ પૈસા તૂટીને ૯૫.૭૦ થઈ જતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વિદેશી રોકાણકારોને આકર્ષવા ગત સપ્તાહમાં બોન્ડ-સરકારી સિક્યુરિટીઝમાં રોકાણ પર ટેક્ષમાં રાહત આપ્યા સામે હજુ ઈક્વિટીમાં રોકાણ પર કોઈ પ્રોત્સાહનો નહીં અપાતાં રોકાણકારોનો વિશ્વાસ સતત તળીયે રહેતાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાયો હતો. સેન્ટીમેન્ટ બગડતાં ફંડો, મહારથીઓએ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, બેંકિંગ, ઓઈલ-ગેસ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં હેમરિંગ કરતાં ગાબડાં પડયા હતા. સેન્સેક્સ ૭૧૯.૦૮ પોઈન્ટ તૂટીને ૭૩૫૨૪.૨૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૩.૭૦ પોઈન્ટ તૂટીને ૨૩૧૨૩ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૮૯ પોઈન્ટ તૂટયો : જીઈ વર્નોવા, પાવર ઈન્ડિયા, સિમેન્સ એનજીૅ, અપાર તૂટયા
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે મોટાપાયે વેચવાલી કરી હતી. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૂ.૩૧૮.૨૦ તૂટીને રૂ.૪૭૩૬.૮૦, પાવર ઈન્ડિયા રૂ.૧૮૮૨.૭૦ તૂટીને રૂ.૩૪,૯૭૧.૭૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૯૮.૪૫ તૂટીને રૂ.૧૩,૨૭૧.૨૫, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૪૩.૫૦ તૂટીને રૂ.૩૫૦૧, સીજી પાવર રૂ.૩૪.૯૦ તૂટીને રૂ.૯૦૩, જયોતી સીએનસી રૂ.૨૨.૯૦ તૂટીને રૂ.૬૧૦.૩૦, ઝેનટેક રૂ.૬૩.૬૫ તૂટીને રૂ.૧૭૫૨.૨૫, કેઈઆઈ રૂ.૧૭૯.૧૦ ઘટીને રૂ.૫૧૫૭, એબીબી ઈન્ડિયા રૂ.૨૧૯.૪૫ ઘટીને રૂ.૬૯૪૪.૨૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૭૬.૨૦ તૂટીને રૂ.૫૬૦૭.૯૫, કેઈન્સ રૂ.૯૪.૫૫ ઘટીને રૂ.૩૦૨૮, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૮.૩૦ ઘટીને રૂ.૩૪૯૩.૮૫, થર્મેક્સ રૂ.૧૪૩.૫૫ ઘટીને રૂ.૪૬૮૯.૩૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૫૪.૯૫ ઘટીને રૂ.૧૮૫૬.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૫૮૫.૮૯ પોઈન્ટ તૂટીને ૭૮૪૨૫.૦૫ બંધ રહ્યો હતો.
પેટ્રોલ, ડિઝલમાં તોળાતો નવો ભાવ વધારો : ઓટો શેરોમાં એક્સાઈડ, ઉનો, મધરસન, મહિન્દ્રા તૂટયા
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફરી ધબડકો બોલાયો હતો. પેટ્રોલ, ડિઝલના ભાવમાં નવો વધારો તોળાઈ રહ્યો હોઈ અને મે મહિનામાં વાહનોના વેચાણમાં અપેક્ષાથી સારી વૃદ્વિ છતાં જૂનમાં વેચાણ મંદ પડવાની શકયતાએ ફંડોની ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. એક્સાઈડ રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૩૮૫.૭૦, ઉનો મિન્ડા રૂ.૩૬.૫૦ ઘટીને રૂ.૧૦૫૩.૮૫, અશોક લેલેન્ડ રૂ.૪.૩૫ ઘટીને રૂ.૧૪૧, અપોલો ટાયર રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૩૮૪.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૬.૨૦ ઘટીને રૂ.૨૯૬૪.૫૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૦.૫૫ ઘટીને રૂ.૩૦૫૩.૬૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૮.૪૫ ઘટીને રૂ.૩૮૯.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૬૫.૭૭ પોઈન્ટ તૂટીને ૫૬૫૬૭.૦૮ બંધ રહ્યો હતો.
મેટલ ઈન્ડેક્સ ૧૦૪૮.૨૩ પોઈન્ટ તૂટયો : નાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, લોઈડ્સ મેટલ, એનએમડીસી ઘટયા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે હેમરિંગ કરતાં કડાકો બોલાયો હતો. નાલ્કો રૂ.૧૭.૭૦ ઘટીને રૂ.૩૭૭.૯૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૭.૧૦ ઘટીને રૂ.૬૬૪.૨૫, લોઈડ્સ મેટલ રૂ.૬૬.૫૫ ઘટીને રૂ.૧૭૧૨.૪૦, એનએમડીસી રૂ.૩.૩૬ ઘટીને રૂ.૮૯.૬૩, સેઈલ રૂ.૬.૪૫ ઘટીને રૂ.૧૮૪, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૫.૯૦ ઘટીને રૂ.૨૯૭૧.૯૫, જિન્દાલ સ્ટીલ રૂ.૨૫.૫૦ ઘટીને રૂ૧૧૫૫.૮૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૧.૧૫ ઘટીને રૂ.૫૫૫.૮૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૪૮.૨૩ પોઈન્ટ તૂટીને ૪૨૧૬૪.૨૯ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં નેટવેબ રૂ.૪૦૦, વિપ્રો રૂ.૧૭, બ્લેક બોક્સ રૂ.૬૭, ડાટામેટિક્સ રૂ.૩૩ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ વૈશ્વિક પીછેહઠના પરિણામે નવેસરથી વેચવાલી શરૂ કરી હતી. નેટવેબ રૂ.૪૦૦.૬૫ તૂટીને રૂ.૪૨૬૪.૬૫, વિપ્રો રૂ.૧૬.૫૫ ઘટીને રૂ.૧૮૧.૮૦, બ્લેક બોક્સ રૂ.૬૭.૩૫ ઘટીને રૂ.૧૦૦૬.૨૫, મોસચીપ રૂ.૧૧.૯૫ ઘટીને રૂ.૨૦૮.૨૫, ઓરિઓનપ્રો રૂ.૩૬.૦૫ ઘટીને રૂ.૭૪૨.૮૦, ડાટામેટિક્સ રૂ.૩૨.૯૦ ઘટીને રૂ.૭૭૦.૩૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૬૪.૪૮ પોઈન્ટ તૂટીને ૨૭૮૫૬.૭૦ બંધ રહ્યો હતો.
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : કેનેરા બેંક, બીઓબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એચડીએફસી ઘટયા
ફાઈનાન્સ-બેંકિંગ શેરોમાં પણ ફંડોનું આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. કેનેરા બેંક રૂ.૩.૯૫ ઘટીને રૂ.૧૩૧.૮૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૫૫ ઘટીને રૂ.૨૫૯.૧૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક ૯૪ પૈસા ઘટીને રૂ.૭૧.૪૦, એચડીએફસી બેંક રૂ.૮.૮૦ ઘટીને રૂ.૭૩૮.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૨૫ ઘટીને રૂ.૮૯૪.૯૦ રહ્યા હતા.આ સાથે સ્પન્દના સ્ફૂર્તિ રૂ.૨૧.૦૫ ઘટીને રૂ.૨૩૩.૬૫, આઈએફસીઆઈ રૂ.૫.૮૨ ઘટીને રૂ.૭૩.૮૦, મુથુટ ફિન રૂ.૧૮૭.૨૦ ઘટીને રૂ.૨૯૬૪.૨૫, જીઓજીત ફિન રૂ.૩.૯૮ઘટીને રૂ.૭૨.૮૫, આઈઆઈએફએલ રૂ.૨૪.૬૫ ઘટીને રૂ.૪૯૧.૮૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૩૯.૮૮ પોઈન્ટ તૂટીને ૬૦૯૩૮.૭૪ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી ક્ષેત્રે મંદીના એંધાણ : રિયાલ્ટી શેરોમાં ધબડકો : અનંતરાજ, પ્રેસ્ટિજ એસ્ટેટ, ગોદરેજ ગબડયા
વૈશ્વિક મહા મંદીના સંકટના એંધાણ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રોપર્ટીની માંગ મંદ પડી રહી હોઈ અને મંદીના એંધાણે આજે રિયાલ્ટી શેરોમાં ધોવાણ થયું હતું. અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૪૦ તૂટીને રૂ.૫૩૭.૫૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૫૩.૯૦ ઘટીને રૂ.૧૩૨૬.૭૫, શોભા ડેવલપર્સ રૂ.૪૮.૨૫ ઘટીને રૂ.૧૨૯૪.૪૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૮.૬૫ ઘટીને રૂ.૧૬૫૦.૫૫, ડીએલએફ રૂ.૧૫.૭૦ ઘટીને રૂ.૫૬૧.૯૫, લોઢા ડેવલપર્સ રૂ.૨૩.૩૫ ઘટીને રૂ.૮૭૦.૮૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૪.૩૮ પોઈન્ટ ઘટીને ૫૮૪૧.૪૬ બંધ રહ્યો હતો.
ક્રુડના ભાવ ઉછળ્યા : ઓઈલ-ગેસ શેરોમાં અદાણી ગેસ, બીપીસીએલ, એચપીસીએલ, રિલાયન્સ ઘટયા
ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ફરી યુદ્વ આક્રમક બનતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ વધીને એક ૧.૧૫ ડોલર વધીને ૯૪.૨૩ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ એક ડોલર વધીને ૯૧.૫૦ ડોલર થઈ જતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૨૭.૭૫ તૂટીને રૂ.૭૩૪.૫૦, બીપીસીએલ રૂ.૧૦ ઘટીને રૂ.૨૮૫.૦૫, એચપીસીએલ રૂ.૧૨.૩૦ ઘટીને રૂ.૩૭૨.૮૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૭.૪૫ ઘટીને રૂ.૧૨૬૩.૭૫, આઈઓસી રૂ.૨.૭૫ ઘટીને રૂ.૧૩૫.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૯૮.૬૨ પોઈન્ટ ઘટીને ૨૬૧૫૬.૯૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં કલ્યાણ જવેલર્સ, ક્રોમ્પ્ટન, પીજી ઈલેક્ટ્રો, બ્લુ સ્ટાર, ટાઈટન કંપની ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. કલ્યાણ જવેલર્સ રૂ.૧૭.૫૫ ઘટીને રૂ.૩૫૪.૨૫, ક્રોમ્પ્ટન રૂ.૯.૮૦ ઘટીને રૂ.૨૫૬.૮૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૪૭૦.૭૦, બ્લુ સ્ટાર રૂ.૩૦.૧૫ ઘટીને રૂ.૧૫૫૨.૬૫, ટાઈટન રૂ.૬૮.૪૫ ઘટીને રૂ.૪૧૯૧.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૨૩.૨૭ પોઈન્ટ ઘટીને ૫૭૮૩૧.૧૮ બંધ રહ્યો હતો.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓના હેમરિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૩૧૯૨ શેરો નેગેટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની આજે અનેક શેરોમાં ફંડો, ખેલંદાઓ વેચવાલ બનતાં વ્યાપક ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૫૩ સ્ક્રિપમાંથી વધનારની સંખ્યા ૧૧૮૧ અને ઘટનારની સંખ્યા ૩૧૯૨ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૫૫૫૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૧૬૫ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૫૫૫.૬૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૮૮૪૨.૦૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૯૭.૭૫ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૧૬૫.૨૪કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૬,૬૮૩.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૧૭.૯૪ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૬.૩૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૫.૨૮ લાખ કરોડ રહ્યું
સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓ હેમરિંગ કરતાં અનેક શેરોના ભાવો તૂટતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૬.૩૨ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૫૫.૨૮ લાખ કરોડ રહ્યું હતું.


Leave a Comment