લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

પાકિસ્તાનમાં રૂમ બહાર બંદૂકો લઈને ઊભા રહેતા…’, ભારતમાં સુરક્ષાના બહાના કાઢતા ક્રિકેટ બોર્ડ પર લિટન દાસ ભડક્યો | bangladeshi cricketer makes statement on pakistan says i wanted to play t20 world cup in india

by

Thenewsdk

Updated: 09-06-2026, 04.25 PM

Follow us:

પાકિસ્તાનમાં રૂમ બહાર બંદૂકો લઈને ઊભા રહેતા…’, ભારતમાં સુરક્ષાના બહાના કાઢતા ક્રિકેટ બોર્ડ પર લિટન દાસ ભડક્યો | bangladeshi cricketer makes statement on pakistan says i wanted to play t20 world cup in india



photo 1781002517480

Bangladeshi Cricketer Makes A Big Statement On Pakistan: ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાયેલા ICC T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન બાંગ્લાદેશ સાથે સંબંધિત વિવાદ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ચર્ચાનો વિષય રહ્યો હતો. આ હંગામાને કારણે બાંગ્લાદેશે ટુર્નામેન્ટમાં ભાગ નહોતો લીધો અને તેની જગ્યાએ સ્કોટલેન્ડને રમવા મળ્યું હતું. ભારતમાં T20 વર્લ્ડ કપ રમવા અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા કારણોને હવાલો આપીને ટીમને ભારત મોકલવાનો ઈનકાર કરી દીધો હતો.

જોકે, આ નિર્ણયે ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો વચ્ચે ભારે ચર્ચાને જન્મ આપ્યો છે, કારણ કે કેટલાક ખેલાડીઓ ભારતમાં રમવાની તરફેણમાં હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. બીજી તરફ BCB ખેલાડીઓની સુરક્ષાના જોખમનો હવાલો આપીને પોતાની ટીમને ભારત મોકલવાનો ઈનકાર કરી દીધો હતો. આ વચ્ચે સમગ્ર વિવાદ પર બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસે પોતાની પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર તેનો એક ઈન્ટરવ્યૂ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ અને પાકિસ્તાનની ભૂમિકાને લઈને આકરી ટિપ્પણી કરી છે. 

પાકિસ્તાનમાં રૂમ બહાર બંદૂકો લઈને ઊભા રહેતા

આ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, BCBના અધિકારીઓએ અમને કહ્યું કે, ભારતમાં કોઈ સુરક્ષા નથી. અમે તેમને કહ્યું કે, અમે પાકિસ્તાનમાં પણ રમી ચૂક્યા છીએ. ત્યાં તેઓ રૂમની બહાર બંદૂકો લઈને ઊભા રહેતા હતા. આનાથી વધુ જોખમી બીજું શું હોઈ શકે? જો અમે પાકિસ્તાનમાં રમી શકતા હોઈએ, તો ભારતમાં કેમ નહીં?’

જાણો સમગ્ર વિવાદ

T20 વર્લ્ડ કપથી ઠીક પહેલાં IPL 2026 માટે યોજાયેલા ઓક્શનમાં KKRની ટીમે બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે ખરીદ્યો હતો. જોકે, ઓક્શનના થોડા સમય બાદ જ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાનો દોર શરૂ થઈ ગયો. આ દરમિયાન હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓના અહેવાલો સામે આવતા ભારતમાં પણ તેની તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

આ પણ વાંચો: નજર સૂર્યવંશી પર હતી પણ શ્રીલંકા સામે સરપ્રાઇઝ આપી ગયો આ ખેલાડી, છેલ્લી ઘડીયે એન્ટ્રી કરીને ફટકારી સદી!

આ વિવાદની અસર ક્રિકેટ જગત સુધી પહોંચી અને આઈપીએલમાં સામેલ બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને લઈને પણ ચર્ચા તેજ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર કેટલાક વર્ગો દ્વારા બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠાવવામાં આવી, જેના કારણે આ મામલો વધુ વકરતો ગયો. વધતા વિવાદ અને સંવેદનશીલ પરિસ્થિતિઓ વચ્ચે કોલકાતા નાઈટ રાઈડર્સે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાંથી રિલીઝ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤