અમદાવાદના બોપલમાં યુવતીને બ્લેકમેલ કરીને પૈસાની ઉઘરાણી કરનાર મુસ્લીમ પ્રેમી ઝડપાયો છે. બોપલની યુવતીને સોશિયલ મીડિયા દ્રારા પ્રેમજાળમાં ફસાવીને અશ્લીલ વીડિયો રેકોડીંગ કરીને બ્લેકમેલ કરતો હતો. જેમાં પ્રેમી યુવકના ત્રાસથી યુવતીએ કંટાળીને બે વખત હાથની નસો કાપીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. તથા આરોપી યુવતીને સિગારેટના ડામ આપતો હતો. જે મામલે યુવતીની માતાએ બોપલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે પુણેથી આરોપીની ધરપકડ કરી છે.
સાહિલ અહેમદ સતારકરની બોપલ પોલીસે ધરપકડ કરી
પોલીસ કસ્ટડીમા જોવા મળતો આરોપી સાહિલ અહેમદ સતારકરની બોપલ પોલીસે ધરપકડ કરી છે. આ મુસ્લીમ યુવકે 21 વર્ષની યુવતીને બ્લેકમેલ કરીને માનસિક સતામણી કરતા યુવતીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના બોપલમાં વેપારીની 21 વર્ષની દિકરીને આરોપી સાહિલ એહમદે સોશિયલ મીડિયામા ઈન્સ્ટગ્રામ મારફતે યુવતી સાથે મિત્રતા કરીને તેને પ્રેમજાળમા ફસાવી હતી. યુવતીને વીડિયો કોલ કરીને અશ્લીલ વીડિયો રેકોડ કર્યો હતો. આરોપીએ યુવતીને ગોવા મળવા બોલાવી હતી. અને બન્ને વચ્ચે ઝઘડો થતા આરોપીએ સીગરેટના ડામ આપ્યા હતા.
બોપલની યુવતી 6 વર્ષ પહેલા પૂનામાં ધોરણ 10મા અભ્યાસ કરતી હતી
ત્યાર બાદ યુવતીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વોટસએપમાં સ્કેનર મોકીલને પૈસાની માંગણી કરી હતી. યુવતીએ થોડા થોડા કરી 90 હજાર રૂપિયા ચુકવ્યા હતા. આરોપીની બ્લેકમેઈલીંગ બંધ નહિ થતા યુવતીએ હાથની નસ કાપીને આપઘાતનો બે વખત પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીની માતાએ બોપલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે મહારાષ્ટ્રના પુણેથી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે આરોપી સાહિલ એહમદ મહારાષ્ટ્રના પુણેનો રહેવાસી છે. અને ફ્રુટનો ધંધો કરે છે.
એક વર્ષ પહેલાથી યુવતીને ઈન્સ્ટગ્રામ પર સંપર્ક કર્યો હતો
બોપલની યુવતી 6 વર્ષ પહેલા પૂનામાં ધોરણ 10મા અભ્યાસ કરતી હતી. તેની કલાસમા અભ્યાસ કરતા એક મિત્ર પાસેથી આરોપીએ યુવતીનો નંબર મેળવ્યો હતો. અને 29 ડિસેમ્બર 2023ના રોજ યુવતી યુવક સાથે ગોવા ગઈ હતી. અને તેના એક વર્ષ પહેલાથી યુવતીને ઈન્સ્ટગ્રામ પર સંપર્ક કર્યો હતો.
યુવતીને પ્રેમજાળમા ફસાવીને તેના અશ્લીલ વીડિયો બનાવી દીધા હતા
યુવતીને પ્રેમજાળમા ફસાવીને તેના અશ્લીલ વીડિયો બનાવી દીધા હતા. આરોપી યુવતીને સીગારેટ પીવા અને તેના મિત્રો સાથે વાતચીત કરવા દબાણ કરતો હતો. આ ઉપરાંત યુવતીના મોબાઈલમા સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામના યુઝર નેમ અને પાસવર્ડ મેળવીને યુવતી પર નજર રાખીને માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળની યુવતીએ જમણા હાથની નસ પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીની માનસિક સ્થિતી ખરાબ થઈ જતા પરિવારે નેપાળ યુવતીને રિહેબ સેન્ટર મોકલી દીધી છે. બોપલ પોલીસે દુષ્પ્રરણા, બ્લેકમેઈલીંગ અને માનસિક સતામણીને લઈને આરોપી સાહિલ અહેમદ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ આ યુવકના મોબાઈલમાંથી યુવતીના અશ્લીલ વીડિયો અને ડેટા મેળવવા એફએસએલની મદદ લીધી છે.
Source link