દિવાળીનો તહેવાર નજીક છે એવામાં દિવાળી પર્વ દરમિયાન મોટા પ્રમાણમાં લોકો દીવડાની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં પણ અવનવા દીવડાવો બજારમાં જોવા મળી રહ્યા છે. હાલ ચાઈનીઝ માર્કેટના લાઈટો વાળા દીવડા પણ બજારોમાં છે.
કિશોરભાઈની આ કળા વારસાગત હોવાનું જણાવ્યું
પરંતુ લોકો હજુ પણ જે પારંપરિક માટીના દીવા લેવાનું પસંદ કરી રહ્યા છે. નવરાત્રિના તહેવાર બાદ જ આ માટીના દિવડા બનાવવાનું કામકાજ શરૂ કરવામાં આવે છે. જેને લઈને દિવાળી દરમિયાન મોટા પ્રમાણમાં દિવાનો જથ્થો પણ બજારમાં ઉપલબ્ધ થઈ શકે. ત્યારે છેલ્લા 6 વર્ષથી રાજકોટમાં કિશોરભાઈ લાઠીયા આંખે પાટા બાંધીને દીવડા બનાવે છે. કિશોરભાઈની આ કળા વારસાગત હોવાનું તેમની જણાવ્યું હતું.
હું રાજકોટમાં દર વર્ષે એક લાખથી વધુ દિવડાઓનું વેચાણ કરું છું
આંખે પાટા બાંધીને દીવાને લઈને તેમને જણાવ્યું કે થોડા વર્ષો પહેલા મારા મિત્ર મુકેશભાઈએ કંઈક અનોખું કરવાનું મને કહ્યું અને મેં આંખે પાટા બાંધીને દીવડા સહિતની વસ્તુઓ બનાવવાનું નક્કી કર્યું હતું. આંખે પાટા બાંધીને દીવડા બનાવવામાં શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ હવે સહેલાઈથી હું આંખે પાટા બાંધીને દીવડા બનાવી શકું છું. જ્યારે હું રાજકોટમાં દર વર્ષે એક લાખથી વધુ દિવડાઓનું વેચાણ કરું છું. સૌથી વધુ માટીના દીવડાની માગ દિવાળી દરમિયાન રહેતી હોય છે.
5 વર્ષથી આ રીતે આંખે પાટા બાંધીને અલગ અલગ આકારના દીવડા બનાવે છે
કિશોરભાઈ લાઠીયા મૂળ ધ્રોલ પંથકના છે, પરંતુ તેઓ પોતાના મિત્રના કહેવાથી છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં વસવાટ કરી રહ્યા છે અને વેપાર પણ કરી રહ્યા છે. તેઓ છેલ્લા 5 વર્ષથી આ રીતે આંખે પાટા બાંધીને પણ અલગ અલગ આકારના દીવડા બનાવી શકે છે, તેમ છતાં દીવડાના આકાર અને ડિઝાઈનમાં એક દોરાનો પણ ફરક રહેતો નથી.
દીવડા અને કોડિયાની ડિમાન્ડ વધુ
જ્યારે નવરાત્રિ પૂર્ણ થતાં હવે દિવાળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. દિવાળીના સમયમાં રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દીવડા અને કોડિયાની ડિમાન્ડ વધુ હોવાના કારણે તેઓ રાજકોટ શહેરમાં કામ અર્થે આવતા હોય છે. ત્યારે આંખે પાટા બાંધીને તેવો દિવડા બનાવતા હોય છે જેને લઈને હાલ ચર્ચામાં આવ્યા છે.
Source link