
સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની T20 સિરીઝ 4-1થી જીતી લીધી. આ સિરીઝમાં ઘણા ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. વરુણ ચક્રવર્તીએ 14 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ જીત્યો.
આ મેચમાં અભિષેક શર્માએ 135 રનની ઈનિંગ રમી. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો. પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીત્યા બાદ અભિષેક ખૂબ જ ખુશ હતો. તેનું આ નિવેદન હવે ચર્ચામાં છે.
અભિષેક શર્માનું નિવેદન થયું વાયરલ
મેચ પછી બોલતા અભિષેકે કહ્યું કે આ એક ખાસ સિદ્ધિ છે. દેશ માટે રમવું હંમેશા એક મહાન અનુભવ હોય છે. જ્યારે હું જોઉં છું કે મારો દિવસ છે, ત્યારે હું હંમેશા પહેલા બોલથી જ આગળ વધવાનો પ્રયાસ કરું છું અને કોચ અને કેપ્ટને પહેલા દિવસથી જ મારી સાથે જે રીતે વર્તન કર્યું છે. આ હંમેશા તેમનો હેતુ હતો, તેને હંમેશા મને સપોર્ટ કર્યો છે. મારા મેન્ટર યુવરાજ સિંહ આજે ખુશ હશે. તે હંમેશા ઈચ્છતા હતા કે હું 15મી, 20મી ઓવર સુધી બેટિંગ કરું, અને મેં તેનો અમલ કરવાનો પ્રયાસ કર્યો છે.
તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહે અભિષેક શર્માની બેટિંગમાં ઘણો સુધારો કર્યો છે. અભિષેક પણ તેને પોતાનો મેન્ટર માને છે. ઘણા પ્રસંગોએ અભિષેક યુવરાજ સિંહની દેખરેખ હેઠળ પણ પ્રેક્ટિસ કરે છે.
અભિષેક શર્માએ મચાવી ધૂમ
અભિષેક શર્માએ 54 બોલમાં 135 રનની ઈનિંગ રમી. આ દરમિયાન ડાબા હાથના બેટ્સમેને 7 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા. તે રોહિત શર્મા પછી T20માં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ખેલાડી બન્યો. આ સિવાય તેને T20 મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો. આ મેચમાં અભિષેકે 13 છગ્ગા ફટકાર્યા.
T20Iમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા
- 13 અભિષેક શર્મા વિ ઈંગ્લેન્ડ વાનખેડે 2025
- 10 રોહિત શર્મા વિ શ્રીલંકા ઈન્દોર 2017
- 10 સંજુ સેમસન વિ દક્ષિણ આફ્રિકા ડરબન 2024
- 10 તિલક વર્મા વિ દક્ષિણ આફ્રિકા જોબર્ગ 2024
Source link