GUJARAT

Banaskanthaમાં ડેન્ગયુએ લીધો ભરડો, નોંધાયા 20 જેટલા કેસ

ચોમાસાની સિઝન બાદ બનાસકાંઠામાં રોગચાળો વકર્યો છે ડેન્ગ્યુના 20 કેસ નોધાયા છે જેમાં પાલનપુરમાં 10 જેટલા કેસો નોંધાયા છે પાલનપુર વિસ્તારમાં રોગ ચાળાએ ભરડો લીધો છે ને જેને લઇને આરોગ્યની 222 જેટલી ટીમો સર્વે કરી રહી છે.જે પ્રકારે પાલનપુર નગરપાલિકાની બેદરકારીએ શહેરભરમાં અનેક વિસ્તારોમાં પાણી ઢોળાયેલા છે જેના કારણે ગંદકી છે સફાઈનો અભાવ જોવા મળ્યો છે અને જેને કારણે રોગચાલો ફાટી નીકળ્યો છે.
રોગચાળો વકર્યો
પાલનપુર નગરપાલિકાની બેદરકારીને અભાવે શહેરમાં રોગચાળાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે શહેરના જનતાનગર, હરીપુરા, બાવરી ડેરા, અમીર બાદ સહિતના વિસ્તારોમાં રોગચાળાએ ભરડો લીધો છે ડેન્ગ્યુના શહેરમાં 10 કેસ નોંધાયા છે તો આ વિસ્તારમાં ઘેર ઘેર બીમારીના ખાટલા છે.જે પ્રકારે પાલનપુર નગરપાલિકાની જવાબદારી છે સફાઈ સ્વચ્છતા અને ભરાયેલા પાણીનો નિકાલ કરવાની પરંતુ એ ન કરી શકતા આખરે નગરજનોને રોગચાળાના ભરડાવાનો વારો આવ્યો છે સ્થાનિકોની પાલિકા સામે આક્રોશ છે કે પાલિકા વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ છે અને જેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે.
આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે કામગીરી
ગત વર્ષ કરતા આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે ગત વર્ષે 13 કેસ હતા. તો આ વર્ષે 20 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે જેમાંથી પાલનપુરમાં 10 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં 10 કેસમાં નોંધાયા જેને લઈને આરોગ્ય વિભાગ એ 222 ટીમો સર્વે કરી રહી છે જોકે પાલનપુરમાં ડેન્ગ્યુનો ભરડો હોવાથી આરોગ્ય વિભાગની 28 જેટલી ટીમો સર્વે કરી રહી છે જોકે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરી અને રોગ શાળાને નાથવાના પ્રયત્નો થઇ રહ્યા છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.
 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button