Accident On Rajkot : RK યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત

by

Thenewsdk

Updated: 06-09-2025, 05.00 AM

Follow us:

આજે શનિવારે વહેલી સવારે રાજકોટ-ભાવનગર હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આટકોટ-જંગવડ પાસે થયેલા આ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે.

આ ત્રણેય આર. કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને ગાડી ભાડે કરીને દીવ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. આ વિદ્યાર્થીઓની ઓળખ નરેશ સુબારાવ, હર્ષા અને આફરીન તરીકે થઈ છે.

પોલીસે હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય વિદ્યાર્થીઓના પરિજનોનો સંપર્ક કરી તેમને આ દુર્ઘટના વિશે જાણ કરવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.