પાકિસ્તાનના સ્ટાર ખેલાડી બાબર આઝમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ODI અને T20 ટીમની કેપ્ટનશીપ છોડવાના નિર્ણયની જાહેરાત કરી હતી, જે બાબરના ચાહકો માટે આંચકાથી ઓછી ન હતી. જો કે, બાબરે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણે પોતાનું પ્રદર્શન સુધારવા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. જો કે હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે પાકિસ્તાનની ODI અને T20 ટીમનો આગામી કેપ્ટન કોણ હશે? જેમાં આ ખેલાડીનું નામ સામે આવી રહ્યું છે.
મોહમ્મદ રિઝવાન બની શકે છે નવો કેપ્ટન
પાકિસ્તાન ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનું નામ હવે પાકિસ્તાનના સફેદ બોલ ક્રિકેટના નવા કેપ્ટન તરીકે ઉભરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ મોહમ્મદ રિઝવાન સાથે આ અંગે વાત કરવાનું શરૂ કરી દીધું છે. જોકે, પાકિસ્તાન ટીમના કોચ ઈચ્છે છે કે બાબર આઝમ જ ODI ટીમનો કેપ્ટન બને. બીજી તરફ, રિઝવાન પાકિસ્તાનમાં રમાયેલા ચેમ્પિયન્સ કપમાં કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો.
શા માટે બાબરે છોડી કપ્તાની
બાબર આઝમના સુકાનીપદ છોડવા અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે T20 વર્લ્ડકપ 2024 બાદ બાબરે પોતાના સાથી ખેલાડીઓથી અલગ થવાનું શરૂ કર્યું હતું. જેના કારણે તેણે કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એટલું જ નહીં, બાબરને એવું પણ લાગવા લાગ્યું કે ટીમમાં તેને ઓછો આંકવામાં આવી રહ્યો છે.
બાબરને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો
બાબરને T20 વર્લ્ડકપ 2024 પહેલા પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ બાબર ફરીથી કેપ્ટન બનવા માંગતા ન હતા. પરંતુ તેના પરિવારના આગ્રહથી તેણે ફરીથી કેપ્ટનશીપ લેવાનો નિર્ણય કર્યો હતો. બાબરની કપ્તાનીમાં પાકિસ્તાનની ટીમનું પ્રદર્શન વર્લ્ડકપમાં ઘણું ખરાબ રહ્યું હતું. ટીમ પ્રથમ રાઉન્ડમાં જ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
Source link