બ્રુનેઈની 2 દિવસની દ્વિપક્ષીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના વિમાનમાં સિંગાપુર જવા રવાના થયા છે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. સિંગાપોર જતા પહેલા પીએમ મોદીએ બ્રુનેઈની ઐતિહાસિક મુલાકાત લીધી હતી.
બ્રુનેઈની મુલાકાત લેનારા PM મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. આ સમયગાળા દરમિયાન ભારત અને બ્રુનેઈ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં બ્રુનેઈ સાથે સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. હમણાં થોડા સમય પહેલા PM મોદી બ્રુનેઈ દારુસલામની મુલાકાત પૂરી કરીને સિંગાપોર જવા રવાના થયા હતા.
ભારત-બ્રુનેઈ સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક નવા યુગની શરૂઆત
વડાપ્રધાને તેમની બ્રુનેઈની મુલાકાતને અર્થપૂર્ણ ગણાવી હતી અને કહ્યું હતું કે તે ભારત-બ્રુનેઈ સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક નવા યુગની શરૂઆત કરે છે, જે આપણા ગ્રહની સુધારણામાં ફાળો આપે છે. દ્વિપક્ષીય મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદી બ્રુનેઈની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેમણે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ સંવાદમાં સંરક્ષણ, વેપાર અને ઉર્જા સહિતના અન્ય વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવામાં આવી હતી.
ભારત-બ્રુનેઈ સંબંધો બન્યા ગાંઢ
ભારત અને બ્રુનેઈએ “ભાગીદારી વધારવા” માટે દ્વિપક્ષીય સંબંધોનો વિસ્તાર કર્યો. દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશ છોડતી વખતે મોદીએ સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર પોસ્ટ કર્યું, બ્રુનેઈ દારુસલામની મારી મુલાકાત ખૂબ જ અર્થપૂર્ણ રહી. આ ભારત-બ્રુનેઈ સંબંધોમાં એક નવા યુગની શરૂઆત છે. અમારી મિત્રતા સારી પૃથ્વીના નિર્માણમાં ફાળો આપશે. હું બ્રુનેઈના લોકો અને સરકારનો તેમના આતિથ્ય અને સ્નેહ માટે આભારી છું.” અધિકારીઓએ કહ્યું કે મોદીની ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના 40 વર્ષના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે દ્વિપક્ષીય અને પરસ્પર આદર અને મૈત્રીપૂર્ણ સંબંધો છે.
Source link