સાઉથની ફેમસ એક્ટ્રેસ નયનતારા ક્યારેક પોતાની પ્રોફેશનલ તો ક્યારેક પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. કોઈને કોઈ કારણસર ઈન્ટરનેટ પર એક્ટ્રેસ વિશે ચર્ચાઓ થતી રહે છે. થોડા દિવસો પહેલા નયનતારા નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરી ટેલ’ માટે ચર્ચામાં આવી હતી જ્યારે સાઉથ એક્ટર ધનુષે તેને નોટિસ મોકલી હતી, પરંતુ હવે લાગે છે કે નયનતારાની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી.
‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ’
લેડી સુપરસ્ટાર તેની ડોક્યુમેન્ટ્રી ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ’ના રિલીઝ બાદથી જ ચર્ચામાં છે. એક તરફ ડોક્યુમેન્ટ્રી અને બીજી તરફ તેને લઈને વિવાદ એક્ટ્રેસની મુસીબતો વધારી રહ્યો છે. નયનતારાની આ ડોક્યુમેન્ટરી ગયા વર્ષે એટલે કે નવેમ્બર મહિનામાં 2024માં રિલીઝ થઈ હતી. આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ થયા બાદ જ ધનુષે એક્ટ્રેસને લીગલ નોટિસ મોકલી હતી.
‘ચંદ્રમુખી’ના મેકર્સે નોટિસ મોકલી
ધનુષ બાદ એક્ટ્રેસની સુપરહિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ના મેકર્સે પણ નયનતારા અને નેટફ્લિક્સને નોટિસ મોકલી છે. મેકર્સનો આરોપ છે કે નયનતારાની ડોક્યુમેન્ટ્રી ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ’માં ‘ચંદ્રમુખી’ની ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘ચંદ્રમુખી’ના મેકર્સે પરવાનગી વિના ફિલ્મમાં કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ એક્ટ્રેસ અને નેટફ્લિક્સ પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી પણ કરી છે.
10 કરોડનો કોપીરાઈટ કેસ
આ પહેલા ધનુષે નયનતારા, તેના પતિ અને ડાયરેક્ટર વિગ્નેશ શિવન અને નેટફ્લિક્સ વિરુદ્ધ 10 કરોડ રૂપિયાનો કોપીરાઈટ કેસ દાખલ કર્યો હતો. ધનુષે આ કર્યા પછી, નયનતારાએ એક્ટરને એક ખુલ્લો પત્ર લખ્યો અને આ બાબત ખૂબ ચર્ચામાં આવી. એક્ટ્રેસે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
શું હતો મામલો?
હકીકતમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડોક્યુમેન્ટ્રી ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’માં ધનુષની ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ની 3 સેકન્ડની ક્લિપિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ધનુષે તેની સામે 10 કરોડ રૂપિયાનો કોપીરાઈટ કેસ દાખલ કર્યો હતો. મેકર્સે ધનુષ પાસેથી પરવાનગી લીધી હતી, પરંતુ તેને(ધનુષ) તે માટે ના પાડી દીધી હતી. આ પછી, તેને ફિલ્મના સેટમાંથી પડદા પાછળ ઉપયોગ કરવા બદલ કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી.