ENTERTAINMENT

પુષ્પા 2 બાદ અલ્લુ અર્જુન મચાવશે ધૂમ! કરશે સૌથી મોંઘા બજેટની ફિલ્મ

સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તેમની એક્ટિંગ પર તો ફેન્સ ઘાયલ છે. ત્યારે સૌથી રાહ જોવાતી ફિલ્મ પુષ્પા 2 રિલીઝ થાય તેની રાહ જોવાઇ રહી છે. જો કે રિલીઝ ડેટ નજીકમાં જ છે. આ ફિલ્મનું પ્રમોશન ટૂંક સમયમાં શરૂ થશે. અલ્લુ અર્જુન આ ફિલ્મનું સમગ્ર ભારતમાં માર્કેટિંગ કરશે. તેની ટીમે આ માટે ખાસ પ્લાન બનાવ્યો છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે. પરંતુ પછી શુ ? આ ફિલ્મ બાદ અલ્લુ અર્જુન શું કરશે.

મળતી માહિતી મુજબ અલ્લુ અર્જુન પાસે અન્ય સ્ટાર્સની જેમ વધુ ફિલ્મો નથી. હા પુષ્પા 3 ફિલ્મ કન્ફર્મ છે. પરંતુ સૂત્રો દ્વારા માહિતી એવી પણ મળી રહી છે કે તેઓ ત્રિવિક્રમ સાથે પોતાની આગામી ફિલ્મ કરવા જઇ રહ્યા છે જે અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોંઘી ફિલ્મ હોઇ શકે છે. આ ફિલ્મ હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત હશે.

સૌથી વધારે બજેટની ફિલ્મ હશે !

હાલમાં અલ્લુ અર્જુન તેની ‘પુષ્પા 2’ ફિલ્મ પૂરી કરવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પૂરી થઈ ગઈ છે, માત્ર કેટલીક વસ્તુઓને ફરીથી શૂટ કરવાની હતી જો કે તે પણ હવે થઇ ગયુ છે. પિક્ચરનો પહેલો ભાગ લોક કરી દેવામાં આવ્યો છે. મેકર્સે આ વાત પહેલા જ જણાવી દીધી હતી. ‘પુષ્પા 2’ની સાથે અલ્લુ ‘પુષ્પા 3’નું પણ શૂટિંગ કરી રહ્યો છે. તેનો કેટલોક ભાગ પૂર્ણ પણ થઈ ગયો છે.

જો કે અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સાઉથના મોટા દિગ્દર્શક ત્રિવિક્રમ સાથે પોતાની ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે. સિનેજોશના રિપોર્ટ અનુસાર અલ્લુ અને ત્રિવિક્રમ બંનેના કરિયરની આ સૌથી મોંઘી ફિલ્મ હશે. આ ફિલ્મ અંગે કેટલીક વિગતો પણ સામે આવી છે.

કેવી હશે સૌથી મોંઘી ફિલ્મ ?

  • એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પીરિયડ ડ્રામા હશે.
  • ફિલ્મમાં હિન્દુ પૌરાણિક કથાઓનો ટચ આપવામાં આવશે. ત્રિવિક્રમ તેની થીમ ભક્તિમય રાખશે.
  • આ ફિલ્મ અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની શકે છે. ‘પુષ્પા 2’નું બજેટ 500 કરોડ રૂપિયા છે.
  • તેની નવી પિક્ચરનું બજેટ આનાથી પણ વધારે હોવાની આશા છે. એટલે કે અર્જુન અને ત્રિવિક્રમની કારકિર્દીની પણ આ સૌથી મોટા બજેટની ફિલ્મ હશે.
  • નિર્દેશક ત્રિવિક્રમ આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. તે પોતાની ફિલ્મોમાં વધુ VFX નો ઉપયોગ કરતા નથી. પરંતુ અલ્લુ અર્જુનની આભા પ્રમાણે આ ફિલ્મને ભવ્ય બનાવવા માટે ભારે VFXનો ઉપયોગ કરવામાં આવશે.
  • હવે જોવાનું એ રહેશે કે ત્રિવિક્રમ જે વિચારી રહ્યા છે તે સ્ક્રીન પર કેટલુ ઉતારી શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button