ખેડૂતો હવે ઓછા ખર્ચની ખેતી કરવાની દિશામાં આગળ વધતા થયા છે. લાંબા ગાળાનું આયોજન કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને કેળનું વાવેતર વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે, પહેલા વર્ષે ખર્ચ વધુ થાય છે, બાદ ખર્ચ ઘટી જાય છે. એક વિઘે લાખ રૂપિયાની કમાણી થાય છે.
ગુજરાતમાં અનેક ખેડૂતો પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક થાય છે. સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં કેળનું વાવેતર કર્યું છે. કેળમાં દેશી ખાતર, જીવામૃત, બીજામૃત વગેરે આપે છે. રાસાયણિક ખેતીથી જનીનમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને પ્રાકૃતિક ખેતીથી સજીવ થાય છે અને જમીનને ખૂબ જ ઉપયોગી બને છે. હાલ આ ખેડૂત કેળાનો પાક આવ્યા બાદ તેનું વેચાણ ભાવનગર, રાજકોટ, અમદાવાદ સહિતના જુદા જુદા સ્થળોના વેપારીને કરે છે અને વર્ષે એક વિઘા દીઠ 1,00,000 રૂપિયા સુધીની આવક મેળવે છે.
ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી વિશે શું કહ્યું?
ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ મેં અંદાજિત 18 વિઘામાં કેળનું વાવેતર કર્યું છે અને જે સંપૂર્ણ પ્રાકૃતિક છે. આ અંગે અન્ય ખેડૂતો સાથે મિટિંગ અને મુલાકાતથી કેળના વાવેતરનો વિચાર આવ્યો હતો. જ્યારે કેળાનું ઉત્પાદન થાય છે ત્યારે એક વિઘામાંથી એક લાખ રૂપિયાની આવક થાય છે. તેની સામે ખર્ચની વાત કરીએ તો પહેલા વિઘે 25,000 થી 30,000 હજાર સુધીનો ખર્ચ આવે છે પરંતુ બીજા વર્ષથી ખર્ચ ઓછો થતો જાય છે. કેળની માવજતમાં જીવામૃત, બીજામૃત સહિતના ખાતર આપવામાં આવે છે.
વધુમાં ખેડૂતે જણાવ્યું કે રાસાયણિક ખેતીથી જનીનમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે અને પ્રાકૃતિક ખેતીથી સજીવ થાય છે. ખેતીમાં ખૂબ જ મદદરૂપ બને છે. આપણે બધાને પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ. તો જ આપણે કેન્સર જેવા રોગોને મટાડી શકીશું. અન્યથા આવા નવા રોગો દરેકના શરીરમાં આવતા જશે. હાલ કેળાનું ઉત્પાદન આપે છે ત્યારે તેનું વેચાણ મહુવા, તળાજા, ભાવનગર એમ અલગ અલગ શહેરોના વેપારીઓને વેચાણ કરવામાં આવે છે. જેના મણ દીઠ ભાવ 200 થી 300 રૂપિયા સુધી અલગ અલગ ભાવ મળે છે.
Source link