GUJARAT

Ahmedabad: 7હોસ્પિટલ, 4 ડોક્ટરને સસ્પેન્ડ કરાયા

એસજી હાઈવે સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં પૈસા કમાવવા પીએમજેએવાયમાં બિનજરૂરી સારવાર કરી લોકોને મોતના મુખમાં ધકેલવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં અત્યારે ડો. પ્રશાંત વઝીરાણી પોલીસ રિમાન્ડ ઉપર છે.

ગુજરાત સરકારે ગેરરીતિ, વિવિધ ફરિયાદોની તપાસ બાદ સાત હોસ્પિટલોને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરી છે, આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત ડો. પ્રશાંત વઝીરાણી સહિત ચાર ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયા છે. પીએમજેએવાયમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ગેરરીતિની ફરિયાદો થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા જૂજ હોસ્પિટલો સામે જ પગલાં લેવાય છે.

એક વર્ષ કરતાં વધુ સમયમાં પગલાં ભરાયા હોય તેવી હોસ્પિટલોની ઉપરોક્ત માહિતી સામે આવી છે. મહત્ત્વનું છે કે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ દ્વારા એક વર્ષમાં રાજ્યની 95 હોસ્પિટલોની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ગેરરીતિના કેટલાક કિસ્સા ધ્યાને આવ્યા હતા, જે બદલ પાંચ જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ કરીને 20 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1024 લાભાર્થીઓને 44 લાખ જેટલી રકમ પાછી અપાવવામાં આવી હોવાનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જે હોસ્પિટલો અને ડોક્ટરોને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરાયા છે તેઓ આ યોજના હેઠળ કોઈ જ કામ કરી શકશે નહિ. એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે, જે તે હોસ્પિટલો સામે પગલાં ભરાયા બાદ તેમને પાછળથી રાહત આપવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button