તોલમાપ વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં શાકભાજી ફેરિયાઓ સામે 900 કેસ કર્યા પણ મિઠાઇ, હોટેલ અને રેસ્ટોરન્ટ વિરુદ્ધ માત્ર 85 જ કેસ કરાયા છે. વિભાગે છેલ્લા એક વર્ષમાં 28 લાખનો દંડ વસુલ્યો છે. કાર્યવાહી દરમિયાન નાના એકમો સામે કડક કાર્યવાહી અને મોટા એકમોને આડકતરી રીતે રાહત અપાતી હોવાની ચર્ચા છે.
ઓનલાઇન ફરિયાદોનો સમયસર નિકાલ ન થતાં લોકો કંટાળીને ઓફલાઇન ફરિયાદ કરે છે.છેલ્લા એક વર્ષમાં શાકભાજીના ફેરિયાઓ સામે 869 કેસ કરી 1.33 લાખ દંડ વસુલાયો છે. આ સિવાય 249 કેસમાં કરિયાણાના વેપારીઓને 1.27 લાખ, 35 ડેરી પાર્લરોને 57 હજાર, 80 સોનીને 2.19 લાખ, 7 પેટ્રોલ પંપને 30 હજાર, 44 હોટલને 2.85 લાખ, 41 મિઠાઇ-દુકાનોને 3.23 લાખ અને 63 ઇન્ડસ્ટ્રીઝને 16.26 લાખ દંડ ફડકાર્યો છે.
દિવાળી ટાણે 292માંથી 156 કેસ શાકભાજી ફેરિયાઓ સામે કેસ
નવરાત્રીથી લઇ દિવાળી સુધીના તહેવારો સહિત છેલ્લા બે મહિનામાં કરાયેલા 292માંથી 156 કેસ શાકભાજી ફેરિયાઓના છે. ઓછા વજનના કેસ કરાયા છે. 19 કરિયાણા, 18 ડેરી પાર્લર, 25 સોની, 2 પેટ્રોલપંપ, 24 હોટ્લ-રેસ્ટોરન્ટ, 22 મિઠાઇની દુકાનો અને 27 કેસ ઇન્ડસ્ટ્રીઝ સામે કરીને અંદાજે 6 લાખથી વધુ દંડ વસુલ્યો છે. પાણીની બોટલના આડેધડ ભાવ લેવા સહિત ચીજ-વસ્તુઓ અને ખાણી-પીણીના મેનુમાં જથ્થો નહીં દર્શાવવા બદલ ત્વરિત કાર્યવાહી નહીં કરતા ગ્રાહકોમાં નારાજગી છે.
Source link