અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ-ટીડીઓ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાનગી મિલકતો પરથી હોર્ડિંગ્સ દૂર કરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે મંગળવારે 174 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે.
શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 31 હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા પહેલા દિવસે હાથ ધરાયેલી કામગીરી ‘પાશેરામાં પહેલી પૂણી’ સમાન ગણાય છે. શહેરના સાતેય ઝોનમાં રૂ. 88 કરોડની લાઈસન્સ ફી અને વ્યાજની રકમ ચૂકવ્યા વિના ખાનગી મિલકતો પર લગભગ 2,696 જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા કરોડોના બાકી લેણાં વસૂલવા માટે ખાનગી એજન્સીઓ સામે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
AMC દ્વારા એડવર્ટાઈઝિંગ એજન્સીઓને હોર્ડિંગ્સ લગાવવા માટે નિયત કરાયા મુજબની લાયસન્સ ફી વસૂલવાની શરતે જાહેરખબર પ્રસિદ્ધ કરવા માટે પરવાનગી આપવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવીને જાહેરખબર પ્રસિદ્ધ કરતી એડ. એજન્સીઓ દ્વારા અંદાજે રૂ. 88 કરોડની લાયન્સ ફી અને વ્યાજની રકમ ચૂકવી નથી તેમજ રૂ. 25 કરોડ જેટલું ભાડું ચૂકવ્યું નથી. AMC દ્વારા અંદાજે રૂ.112 કરોડ જેટલી રકમ લેણી નીકળતી હોવા અંગે વારંવાર નોટિસો આપવા છતાં ધરાર લાયસન્સ ફી સહિતની રકમ નહીં ચૂકવતી એડ. એજન્સીઓના ગેરકાયદે હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. AMC વિસ્તારમાં કેટલીક એડ. એજન્સીઓ દ્વારા 55 જાહેરાતો સ્વચ્છાએ દૂર કરી હતી. આગામી દિવસોમાં શહેરના પશ્ચિમ ઝોનમાં આશ્રામ રોડ, નવરંગપુરા, CG રોડ, એલિસબ્રિજ, SG હાઈવે, સિંધુ ભવન, મેમનગર, થલતેજ, વગેરે સ્થળે લગાવવામાં આવેલા ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવા માટે સઘન કાર્યવાહી હાથ ધરાશે.
દૂર કરાયેલા હોર્ડિંગ્સ
ઉત્તર- 28 ??દક્ષિણ- 18 ?પૂર્વ- 29? પશ્ચિમ- 14
મધ્ય – 25 ? ઉત્તર-પશ્ચિમ- 29 ??દક્ષિણ-પશ્ચિમ – 31.
Source link