દિવાળીના તહેવારોમાં ફુલોના ભાવમાં પણ 70 ટકા સુધીનો એકાએક ભારે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની આજુબાજુના વિસ્તારોમાં તેમજ મધ્ય પ્રદેશથી આવતા ફૂલોના ભાવ છેલ્લા અઠવાડિયામાં વધી ગયા છે. જેની સીધી અસર છૂટક ભાવમાં જોવા મળી રહી છે જેણે ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે આરાધ્ય દેવની પૂજા કરવી મોંઘી કરી દીધી છે
છતાંય લોકો નાછૂટકે હરખભેર મનથી ફુલોની ધૂમ ખરીદી કરી રહ્યા છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગલગોટાનો હાર 40 થી 50 રૂપિયે મળે છે. જે પહેલા 10 થી 20 રૂપિયામાં મળતો હતો. ગુલાબનો હાર જે 70 રૂપિયામાં મળતો હતો તે હાલમાં 120 થી 200 રૂપિયા સુધી મળી રહ્યો છે.
આ અંગે જમાલપુર માર્કેટના હોલસેલના વેપારીના જણાવ્યા મુજબ સવારના 9 વાગ્યા સુધીમાં ફૂલોનો વેપાર થઇ જતો હોય છે. પછી હલકી કક્ષાનો સડેલો માલ ઓછા ભાવમાં વેચાતો હોય છે. અઠવાડિયા પહેલા દેશી ગુલાબ 300 રૂપિયે કિલો, કાશ્મીરી ગુલાબ 200થી 400 રૂપિયે કિલો, લીલી 10 થી 100 રૂપિયે જોડી, કમળ એક નંગ 3 થી 4 રૂપિયે, ડમરો 20 થી 35 રૂપિયે વેચાતો હતો.આ તમામ ફુલોના ભાવમાં હાલ 70 ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
Source link