અમદાવાદમાં યુવતી સાથે વિધર્મી યુવકે ક્રૂરતા કરી છે. જેમાં યુવકે યુવતીને સિગારેટના ડામ આપ્યા છે. સોશિયલ મીડિયાથી યુવકના સંપર્કમાં યુવતી આવી હતી. તેમાં બિભત્સ વીડિયો કોલ રેકોર્ડ કરી રૂપિયા પડાવ્યા હતા. વિધર્મી યુવકના કહેવાથી યુવતીએ હાથમાં બ્લેડ મારી હતી. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ક્રૂરતા આચરી છે.
પુનાના શાકિલ અહેમદ ઈબ્રાહીમ સતારકર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
પુનાના શાકિલ અહેમદ ઈબ્રાહીમ સતારકર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયાથી વિધર્મી યુવકના સંપર્કમા આવેલી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. તેમાં યુવકે સિગારેટના ડામ આપ્યા હતા. તથા ન્યુડ વીડિયો કોલ રેકોર્ડ કરી રૂપિયા પડાવ્યા હતા. તેમજ હદ તો ત્યાં થાય છે કે વિધર્મી યુવકના કહેવાથી હાથમા બ્લેડ મારી હતી. જેમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અન્ય યુવકો સાથે વાત કરવા દબાણ કરતો હતો. જેમાં પુનાના શાકિલ અહેમદ ઈબ્રાહીમ સતારકર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
વિધર્મી યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેની સાસુની હત્યા કરી
અગાઉ વડોદરામાં વિધર્મી યુવક સાથે પ્રેમસંબંધ રાખવાનું પરણિત યુવતીને ભારે પડ્યું હતુ. વિધર્મી યુવકે પ્રેમિકાના ઘરે પહોંચી તેની સાસુની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી. જે મામલામાં પોલીસે આરોપીઓને સાથે રાખી સ્થળ પર ઘટનાનું રી-ક્ન્સટ્રકશન કર્યું હતું. વડોદરાના વડસર બ્રિજ પાસે જય અંબે ફ્લેટમાં 401 નંબરમાં ઠાકોરભાઇ પરમાર તેમના પત્ની દક્ષાબહેન પરમાર, પુત્ર અશ્વિન પરમાર અને પુત્રવધૂ ભાવના રહે છે. અશ્વિનના લગ્ન નવાયાર્ડ આશાપુરી મહોલ્લામાં રહેતી ભાવના સાથે થયા હતા. અશ્વિન અને ભાવનાના બીજા લગ્ન હતા.
લોહીના ભરાયેલા ખાબોચીયામાં દમ તોડી દીધો
બપોરના સમયે ઠાકોરભાઇ પરમાર અને તેમનો પુત્ર અશ્વિન નોકરી ઉપર હતા. ઘરે ભાવના અને તેની સાસુ દક્ષાબહેન હતા. બપોરના સમયે ભાવનાના ઘરે તેનો પૂર્વ પ્રેમિ સોનું ઉર્ફ શાહરૂખ પઠાણ અને તેનો મિત્ર હસીન પઠાણ ધસી આવ્યા અને દરવાજો ખખડાવ્યો હતો. દરવાજો ખખડાવતા જ દક્ષાબહેન પરમારે દરવાજો ખોલ્યો હતો. દક્ષાબહેને દરવાજો ખોલતા જ સોનુ ઉર્ફ શાહરૂખ પઠાણે દક્ષાબહેન કંઇ વિચારે તે પહેલાં તેમના ગળા ઉપર ચાકૂથી હુમલો કરી દીધો હતો. દક્ષાબહેન સ્થળ પર જ ફસડાઇ પડ્યા હતા અને લોહીના ભરાયેલા ખાબોચીયામાં દમ તોડી દીધો હતો.
Source link