ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી ગાન તૈયાર કરવામાં આવ્યું છે, જે યુનિ.ના કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે, પરંતુ યુનિ. સંલગ્ન ભવનો અને વિભાગોના કાર્યક્રમોમાં આ ગાન ન વગાડાતું હોવાની ફરિયાદો ઊઠી હતી. આથી હવે વિભાગ અને ભવનોમાં યોજાતા તમામ નાના-મોટા કાર્યક્રમાની શરૂઆતમાં યુનિવર્સિટી ગાન ફરજિયાત વગાડવાનો આદેશ કરાયો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ વિભાગોને કુલસચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, તમામ ભવન અને વિભાગોમાં યોજવામાં આવતા નાના-મોટા કાર્યક્રમો કે સમારંભનો આરંભ કરતાં પહેલાં યુનિવર્સિટી ગાન અવશ્ય વગાડવાનું રહેશે.
Source link