GUJARAT

Ahmedabad: પોલીસ સ્ટેશન પ્રતિબંધિત વિસ્તાર નથી કે ત્યાં વીડિયોગ્રાફી નિષેધ નથી

વટવા પોલીસ મથકમાં વીડિયોગ્રાફી કરવા મુદ્દે પાંચ વર્ષ પહેલા ઓફિશિયલ સિક્રેટ એકટ મુજબ પકડાયેલ 25 વર્ષના ગુલામહુસેન શેખને અત્રેની મેટ્રોપોલિટન કોર્ટે નિર્દોષ છોડી મુકયો છે. કોર્ટ નોંધ્યુ હતુ કે, પોલીસ સ્ટેશનની અંદર વીડિયોગ્રાફી કરવી તે પ્રતિબંધિત નથી. પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં પોલીસ સ્ટેશનનો કોઈ સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત આરોપી દ્વારા મોબાઈલમાં વીડિયોગ્રાફી કરવામાં આવી તેનો કોઈ પુરાવા રજૂ થયા નથી કે તે એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યો નથી.

વટવા પોલીસ સ્ટેશનમાં વીડિયોગ્રાફી કરવાના મુદ્દે 10 જૂન, 2019ના રોજ ગુલામહુસૈન શેખની ઓફિશિયલ સિક્રેટ એકટની કલમો હેઠળ ધરપકડ કરીને પુરાવા એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ. જે કેસ ચાલતા ફરિયાદ પક્ષ દ્વારા પોલીસ મથક પ્રતિબંધિત હોવાનો કોઈ પુરાવા રજૂ કરી શકી નહોતી. આ ઉપરાંત આરોપી દ્વારા મોબાઈલમાં વીડિયોગ્રાફી કરી હોય તેના ફુટેજ મેળવીને એફએસએલમાં તપાસમાં મોકલ્યા નહોતા. આરોપી તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે બદલાની વૃત્તિથી ખોટો કેસ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પોલીસ મથક પ્રતિબંધિત વિસ્તારમાં આવતા હોવાનો કોઈ પુરાવા રજૂ કરી શકયા નથી. મોબાઈલ ફોન એસએસએલમાં તપાસમાં મોકલ્યો નહોતો. જેથી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવા જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button