GUJARAT

Ahmedabad: રામોલ પોલીસમથકના PSI ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થયા

અમદાવાદ રામોલ પોલીસમથકના PSI સસ્પેન્ડ થયા છે. જેમાં PSI જે.ટી.ચારણ ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ થયા છે. ઈન્ચાર્જ DCP ઝોન-5 સફીન હસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એપ્રિલમાં રાયોટિંગના ગુનામાં બેદરકારી કરી હતી. આરોપીઓના મોબાઈલ કબજે કર્યા ન હતા. તથા આરોપીઓની ઓળખ-પરેડ પણ કરાવી ન હતી.

પીએસઆઇ જ્યોતિભાઇ ચારણની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કર્યા

રામોલમાં ગત એપ્રિલ મહિનામાં રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જેમાં પીએસઆઇ તપાસ કરી રહ્યા હતા. ત્યારે યોગ્ય તપાસ કરી ન હતી અને આરોપીઓની ઓળખ પરેડ કરી ન હતી અને મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા ન હતા. જેથી તપાસમાં બેદરકારી સામે આવતા ઇન્ચાર્જ ઝોન-5 ડીસીપીએ પીએસઆઇને સસ્પેન્ડ કર્યા છે. રામોલમાં એપ્રિલ મહિનામાં રાયોટિંગનો ગુનો નોધાયો હતો. જેના એક મહિના બાદ જ હત્યાના પ્રયાસનો બનાવ બન્યો હતો. જેમાં યોગ્ય તપાસ ન થઇ હોવાનું ઇન્ચાર્જ ઝોન-5 ડીસીપી સફીન હસનને ધ્યાને આવતા તેમને તપાસ કરતા પીએસઆઇ જ્યોતિભાઇ ચારણની બેદરકારી સામે આવતા સસ્પેન્ડ કર્યા છે.

પીએસઆઇએ તપાસ દરમ્યાન ચાર્જશીટ કરી નહોતી

પીએસઆઇએ તપાસ દરમ્યાન ચાર્જશીટ કરી નહોતી. ઉપરાંત પંચમાં પણ આરોપીઓના પાડોશીઓને જ રાખ્યા હતા. ગુનાની તપાસમાં આરોપીઓની ઓળખ પરેડ કરી ન હતી. તેમજ આરોપીઓના મોબાઈલ ફેન કબ્જે કર્યાં ન હતા. આ બનાવ બાદ આરોપીઓએ જ હત્યાના પ્રયાસની પણ ફરિયાદ નોધાવી હતી. આમ તપાસમાં બેદરકારી બદલ PSIને DCPએ સસ્પેન્ડ કર્યા છે. જો કે તપાસ યોગ્ય કરવામાં આવી હોત તો બીજો બનાવ બન્યો ન હોત જેથી બેદરકારી સ્પષ્ટ થાય છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button