લાખો રૂપિયાના જીએસટી કૌભાંડમાં પકડાયેલ પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફ્ગાવી દીધા છે. કોર્ટે નોંધ્યુ હતુ કે,એ કમનસીબ બાબત છે કે, છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં વ્વાઈટ કોલર ક્રાઈમના ગુના વધી રહ્યા છે અને તેનાથી દેશના આર્થિક માળખાની જળોને ગંભીર નુકસાન થઈ રહ્યુ છે.
જેના કારણે દેશના વિકાસ પર આવા આર્થિક ગુનાઓના કારણે ગંભીર અને માઠી વિપરિત અસરો પડી રહી છે. આ પ્રકારના આર્થિક કાવત્રાના મૂળ ઘણા ઉડા હોય અને તેમાં જાહેર ભડોળથી મોટાપાયે ઉચાપત થતી હોય આવા ગુનાઓને ગંભીરતાથી અલગ મૂળવવા જોઈએ. કારણ કે, દેશના અર્થતંત્ર માટે તે ખતરા સમાન છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લાખીને આરોપીને જામીન આપવા યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં પકડાયેલ પત્રકાર મહેશ લાંગાના જામીન અરજી મેટ્રો. કોર્ટે ફ્ગાવી દીધી હતી.
જીએસટી કૌભાંડમાં પકડાયેલ પત્રકાર મહેશ લાંગાએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં આરોપીઓની જામીન અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને જીએસટીના ખાસ એડવોકેટ સુધીર ગુપ્તાએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપીએ બોગસ દસ્તાવેજના આધારે પેઢીઓ ઉભી કરી હતી, પેઢીઓના જીએસટી નંબર મેળવ્યા હતા ત્યારબાદ તેમાં લાખો રૂપિયાનું રિફ્ન્ડ મેળવી આખુંય કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં આરોપીઓની સક્રિય ભૂમિકા છે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. જેમાં આરોપીઓઓ સિવાય અન્ય લોકોનો પણ રોલ છે, સરકારને લાખો રૂપિયાનું આર્થિક નુકશાન પહોંચાડતો ગુનો છે ત્યારે આવા ગુનામાં આરોપીઓને જામીન પર મુક્ત ન કરવા જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
Source link