- ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીત સામે 40 ગુના નોંધાઈ ચૂકયા છે
- આરોપીનો વીડિયો વાઇરલ થતા તે કાર લઇને વતન મધ્યપ્રદેશ ભાગી ગયો હતો
- આરોપી મનિષ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની ગેંગનો અને તેનો દૂરનો સંબંધી
એસજી હાઇવે પર આઠ થી દસ ગાડીઓના કાફ્લા સાથે રોડ બ્લોક કરીને રીલ બનાવનારા કેસમાં મુખ્ય આરોપી મનિષ ગોસ્વામી ઝડપાઈ ગયો છે. રિલ વાયરલ થતાની સાથે પોલીસ પકડથી બચવા માટે પોતાના વતન મધ્ય પ્રદેશ ભાગી ગયો હતો. આ પહેલા પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં મુખ્ય આરોપી મનિષ ગોસ્વામી ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીનો સાગરિત હોવાનું સામે આવ્યુ છે. મનીષ સામે લૂંટ-ધાડ, મારામારી, હત્યા સહિત 40 જેટલા ગુના અગાઉ નોધાઇ ચૂક્યા છે. ગત 18 ઓગસ્ટના રોજ એસજી હાઇવે તથા તેની આસપાસના રોડ પર કેટલાક નબીરાઓ આઠથી દસ કારોના કાફ્લા સાથે નીકળીને રસ્તો બ્લોક કરીને રીલ બનાવીને વાઇરલ કરી હતી. જેના આધારે ટ્રાફ્કિ પોલીસે સાત આરોપીઓ સામે ગુનો નોધીને છ આરોપીની ધરપકડ કરીને પાંચ કાર કબ્જે કરી હતી. જ્યાર મુખ્ય આરોપી મનિષ ગોસ્વામી થઈ ગયો હતો. આરોપીની પૂછપરછ કરતા મનિષ ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની ગેંગનો અને તેનો દૂરનો સંબંધી છે. જ્યારે ગત 18 ઓગસ્ટે મનિષે નવી કાર સ્કોર્પીયો કાર ખરીદી હોવાથી મિત્રો સાથે મળીને રીલ બનાવી હતી. આરોપી મનિષ ગાંધીનગરમાં ભાગીદારીમાં રેસ્ટોરન્ટ ( કાફે ) ચલાવે છે. ત્યારે આરોપી મનિષે ગેંગસ્ટર વિશાલ સાથે મળીને ગુના આચર્યા છે કે નહિ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
Source link