GUJARAT

Ahmedabad: વિદ્યાર્થીને માર મારવાની ઘટના માફ ન કરી શકાય: શિક્ષણ મંત્રી

અમદાવાદના વટવામાં શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની બનેલી ઘટના મામલે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમને જણાવ્યું કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના માફ કરી શકાય એવી નથી.

રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી

ખાનગી હોય કે સરકારી શાળા શિક્ષકનું આ પ્રકારનું વર્તન ચલાવી શકાય નહીં. આ સમગ્ર મામલે શિક્ષક સામે પગલાં લેવાયા છે અને આચાર્ય સામે પણ પગલાં લેવામાં આવશે. રાજ્યના તમામ શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે જો કોઈ આવી ફરિયાદ આવે તો તાત્કાલિક પગલાં ભરવા.

શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે માંગ્યો રિપોર્ટ

અમદાવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. વટવાની સ્કૂલની ઘટના બાદ DEOએ તમામ સ્કૂલોને આદેશ આપ્યો છે. અમદાવાદ DEOએ તમામ શાળાઓમાં આદેશ આપ્યા છે કે શિક્ષક માનસિક ત્રાસ ન આપે તેનું ધ્યાન સ્કૂલે રાખવું જોઈએ. તમામ શાળાઓએ શિક્ષકોને તાલીમ આપવી અને અમદાવાદની સ્કૂલોમાં શારીરિક સજા ન કરવા પરિપત્ર આપવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આ અંગે રિપોર્ટ માગ્યો છે.

DEOની ટીમે માધવ પબ્લિક સ્કૂલની લીધી મુલાકાત

આ સાથે જ DEOની ટીમે પણ માધવ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી છે અને સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા કહ્યું કે વિદ્યાર્થીને બેરહેમી પૂર્વક માર મારવાની ઘટના શરમજનક છે. હાલમાં માધવ પબ્લિક સ્કૂલને રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે પ્રેમ પૂર્વક વર્તવા સૂચના આપવામાં આવી છે.

માધવ સ્કૂલના શિક્ષકને કરાયા સસ્પેન્ડ

આ સમગ્ર બાદ કાર્યવાહી કરતા માધવ સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને પ્રિન્સિપાલને પણ અયોગ્ય કામગીરી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે સ્કૂલના નિર્ણયને લઈ વાલીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે CCTV માગવામાં આવ્યા પણ ન આપ્યા. વાલીઓ કહી રહ્યા છે કે ઘટના બાદ પણ શિક્ષકને સ્કૂલે બોલાવ્યો નથી અને ટ્રસ્ટી કહી રહ્યા છે કે અમે શિક્ષકને ક્યારેય પરત લેવાના નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button