કેન્દ્રીય ગૃહ મંત્રી ૧૩ નવેમ્બરના રોજ અમદાવાદ અને મહેસાણામાં યોજાનારા બે મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના હતા. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ બુક ફેર અને ફૂડ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં અને મહેસાણાના બોરીયાવી ખાતે સૈનિક સ્કૂલ તેમજ ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટન કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના હતા.
- દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં ગંભીરતાથી ધ્યાન
ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સંવેદનશીલ પરિસ્થિતિને કારણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત બેઠકો યોજીને કેસ પર ધ્યાન આપી રહ્યા છે જેના કારણે તેમને ગુજરાત પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
- મહેસાણાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાશે
અમદાવાદના કાર્યક્રમનું ઉદ્ઘાટન શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સહિતના નેતાઓની હાજરીમાં થશે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હીમાં વ્યસ્ત હોવા છતાં, તેઓ મહેસાણાના બોરીયાવી ખાતેના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી જોડાઈ શકે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


Leave a Comment