GUJARAT

Ahmedabad: વરસાદે વિરામ લીધાના ત્રણ દિવસ પછી પણ ઘુમાની સોસાયટીઓમાં જળબંબાકાર

  • ડ્રેનેજ- સ્ટ્રોમ વોટર લાઈન નાખવા રજૂઆતો પ્રત્યે ધ્યાન ન અપાયું
  • વિભૂષા બંગલોઝ અને આસપાસના વિસ્તારોમાં પાણી નહીં ઓસરતાં રહીશો ત્રસ્ત
  • અહીં પાણી ભરાતા હોવાથી કેટલીકવાર નાના- મોટા અકસ્માતો પણ થાય છે

ગત સપ્તાહ દરમિયાન મેઘરાજાએ અમદાવાદને ઘમરોળી નાંખ્યું હતું. શહેરમાં વરસેલા મૂશળધાર વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. છેલ્લાં બે – ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં નવા પશ્ચિમ ઝોનમાં આવેલ વિભુષા બંગલોઝ નામની 350 જેટલા બંગલા ધરાવતી સોસાયટી અને આસપાસ ત્રણ – ત્રણ દિવસથી પાણી ઉતર્યા ન હોવાને કારણે લગભગ 1,500 જેટલા રહીશોને ભારે હાલાકી પડી રહી છે.

અહીં પાણી ભરાતા હોવાથી કેટલીકવાર નાના- મોટા અકસ્માતો પણ થાય છે. છેલ્લા એક સપ્તાહથી આ સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ થતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. આ સોસાયટીના રહીશો દ્વારા ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવા માટે વારંવાર રજુઆતો કરવા છતાં મ્યુનિ. તંત્ર અને શાસકો દ્વારા કોઈ પગલાં લેવાતા આ સોસાયટીના રહીશોને પારવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. AMC તંત્ર અને શાસકોના અણઘડ આયોજનને કારણે આ વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકતો નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button