- સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી
- બહેરામપુરા, દાણીલીમડા અને રામોલમાં કોલેરાના 23 કેસ નોંધાતા રહીશોમાં ફફડાટ
- શહેરમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થયો છે
તાજેતરમાં શહેરમાં વરસેલા મૂશળધાર વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યૂના 688, ફાલ્સીપારમના 34, મેલેરિયાના 212 અને ચીકનગુનિયાના 58 કેસ તેમજ ઝાડા-ઉલ્ટીના 751, કમળાના 538, ટાઈફોઈડના 788 અને કોલેરાના 23 કેસ નોંધાયા છે.
શહેરમાં એક જ સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. ડેન્ગ્યુના કેસો વધવાના કારણોમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર તેમજ અન્ય સ્થળે ભરાઈ રહેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થવાના કારણે એડિસ મચ્છરો વધતા ડેન્ગ્યુ અને મેલેરિયા વધ્યો છે. શહેરના બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, રામોલ- હાથીજણ, નિકોલ, વસ્ત્રાલ, ગોતા, સરખેજ વગેરે વિસ્તારોમાં કોલેરાના કેસ વધુ જોવા મળે છે.
AMC આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોનું પ્રમાણ વધ્યું છે. સરખેજ, ગોતા, થલતેજ, નવરંગપુરા અને વસ્ત્રાલ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધારે નોંધાયા છે. જ્યારે સરખેજ, ચાંદખેડા, થલતેજ અને અસારવા વિસ્તારમાં ચિકનગુનિયાના કેસો નોંધાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જે મોટા બંગલા, ચાલીઓ અને બિલ્ડીંગોમાં પક્ષી ચાટ તેમજ નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર વધારે વરસાદી પાણી ભરાય છે જેમાં મચ્છરોની ઉત્પત્તિ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. જેના કારણે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે. ડેન્ગ્યુના 9073 જેટલા સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. ડેન્ગ્યુના 9073 જેટલા સીરમ સેમ્પલ લીધા છે. શહેરમાં 7,185 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ ચેક કરવામાં આવી છે અને 25,180 જેટલી નોટિસ આપી રૂ.1.35 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
Source link