GUJARAT

Panchmahal: પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગેરરિતી કર્યાનો આક્ષેપ

દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં દેડિયાપાડા પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામડાંઓમાં પાણી માટેની યોજના કાર્યરત છે. આ યોજનામાં કોન્ટ્રાક્ટ દ્વારા ગુણવત્તા વિહોણી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી રહી છે. ભષ્ટ્રાચાર યુક્ત કામગીરી કરવામાં આવી રહી છે એવી લોકોની બૂમો સાંભળવા મળે છે. જેની તપાસ કરવામાં આવે એવી લોકોએ માંગણી કરી છે.

દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારના ગામડાંના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા યોજના અંતર્ગત દેડિયાપાડા તાલુકામાં પાઈપલાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પાઈપલાઈન નાખવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. ગડીગામ પાસે તરાવ નદી ઉપર પુલ બનાવવામાં આવેલો છે ત્યાં પુલ પાસે તરાવ નદી કિનારે પાઈપલાઈન બહાર દેખાય છે. પાઈપલાઈન જમીનમાં ખોદીને દાટી દેવાની હોય છે. કોંક્રિટ સિમેન્ટની કામગીરી કરવામાં આવી નથી. પાઈપલાઈન ખુલ્લી જેવા મળે છે. પાઈપલાઈનની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. અન્ય ગામડાઓમાં પણ પાઈપલાઈન નાખવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. પાઈપલાઈન ખુલ્લી દેખાય છે.

બેબાર ગામ પાસે પાણી માટેની ટાંકીઓ અને સંપ બનાવની કામગીરી ગુણવત્તા વિહોણી અને ભષ્ટ્રાચાર યુક્ત કામગીરી કરવામાં આવી છે. હલકાં પ્રકારની બુરૂ જેવી ઝીણી રેતી વાપરીને થોડો સિમેન્ટ નાંખીને પાણીની ટાંકીઓ બનાવવામાં આવે છે સંપ બનાવની કામગીરીમાં ચાલે છે.

દેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ પાઈપલાઈન નાંખવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે. પાણીની ટાંકીઓ અને સંપ બનાવની કામગીરીમાં ગુણવત્તા વિહોણી કામગીરી કરવામાં આવી છે. એવું પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારના આદિવાસીઓ દ્વારા તપાસની માંગ ઉઠવા પામી છે.

મહત્વની વાત એ છે કે કરોડની પાણી પુરવઠા વિભાગ યોજના ચાલે છે. ફ્ક્ત લેબરો જેમફવે તેમ ગુણવત્તા વિહોણી કામગીરી કરે છે. કોન્ટ્રાક્ટ કે અધિકારી સ્થળ ઉપર જેવા મળતાં નથી. ત્યાં ઉપસ્થિત રહીને કામગીરી કરવામાં આવતી નથી. દેડિયાપાડા તાલુકામાં પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં કરોડો રૂપિયાની પાણીની યોજનામાં ભષ્ટ્રાચાર ચાલે છે. તેની તપાસ કરવામાં આવે એવી લોક માંગ ઉભી થઈ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button