અભિનેતા અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. ફિલ્મ પુષ્પા 2ના પ્રીમિયર શો વખતે નાસભાગ મચી હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું. આ મામલે હૈદરાબાદ પોલીસે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે.
મહિલાનું થયું હતું મોત
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષની એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે ફિલ્મ ‘પુષ્પા-2’ અને ખુદ અલ્લુ અર્જુનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે લોકો તેની એક ઝલક જોવા આતુર છે. જ્યારે ફિલ્મનો પ્રીમિયર શો યોજાયો હતો ત્યારે અલ્લુ અર્જુ પણ ફિલ્મના પ્રમોશન માટે સંધ્યા થિયેટરમાં પણ પહોંચ્યા હતા. કદાચ તેમને અંદાજ પણ ન હતો કે અહીં આટલી ભીડ હશે. પરંતુ સમાચાર મળતા જ તેને જોવા માટે લોકોની એટલી ભીડ થઇ ગઇ કે નાસભાગ મચી ગઇ હતી. મહત્વનું છે કે 4 ડિસેમ્બરે અલ્લુ અર્જુન પુષ્પા 2ના પ્રીમિયરમાં ગયા હતા. તેઓ પોલીસને જાણ કર્યા વિના જ પ્રીમિયર શોમાં ગયા હતા.