હૈદરાબાદમાં સંધ્યા થિયેટર નાસભાગમાં રેવતી નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. આ માટે અલ્લુ અર્જુન સહિત ઘણા લોકોને જવાબદાર ગણવામાં આવ્યા છે. જેના કારણે 13મી ડિસેમ્બરની સવારે ચિક્કડપલ્લી પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી. પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા. આ પછી અલ્લુ અર્જુન કોર્ટમાં હાજર થયો હતો. જ્યાં અભિનેતાને 14 દિવસ સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ હવે મૃતકના પતિ ભાસ્કરનું નિવેદન સામે આવ્યું છે.
મૃતક મહિલાના પતિનું નિવેદન
ભાસ્કરે કહ્યું કે મને અલ્લુ અર્જુનની ધરપકડ વિશે ખબર નહોતી. તેને આ સમગ્ર મામલામાં કોઈ લેવાદેવા નથી. ત્યાં નાસભાગને કારણે મારી પત્નીનું મૃત્યુ થયું હતું. પોલીસે મને આ ધરપકડ અંગે કોઈ માહિતી આપી નથી. ભાસ્કરના આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે આ સમગ્ર કેસમાં નવો વળાંક આવવાનો છે.
ધરપકડની રીત પર અલ્લુને વાંધો- અલ્લુ અર્જુન
મહત્વનું છે કે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અલ્લુ અર્જુનની જે રીતે ધરપકડ કરવામાં આવી તેની સામે વાંધો હોવાનું જાણવા મળ્યું છે. તેમનું કહેવુ છે કે બ્રેક ફાસ્ટ પણ પુરો કરવા ન દીધો. સીધા બેડરૂમમાંથી જ મને લઇ ગયા. અભિનેતાએ આવો દાવો કર્યો કે તેને કપડાં બદલવાની તક પણ આપવામાં આવી ન હતી. જોકે, એક વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેતા લિફ્ટમાં જતો જોવા મળી રહ્યો છે.જ્યારે પહેલા અલ્લુએ સાદી ટી-શર્ટ પહેર્યો હતી. બાદમાં તે હૂડી પહેરીને બહાર આવ્યો હતો. જેના પર લખ્યું હતું – ફ્લાવર નહી ફાયર હૈ મૈ..
શું હતો મામલો?
અલ્લુ અર્જુન 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. તે જાણવા માંગતો હતો કે તેની રીલિઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા 2’ પર લોકોની કેવા પ્રકારની પ્રતિક્રિયા છે? આવી સ્થિતિમાં તે ત્યાં પહોંચતા જ ચાહકોની ભીડ તેને મળવા માટે બેતાબ થઈ ગઈ હતી. આ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. અલ્લુ ત્યાંથી નીકળીને સીધો ઘરે પહોંચ્યો. બીજા દિવસે સવારે અલ્લુના મેનેજરે તેને સમગ્ર મામલાની જાણકારી આપી. જે બાદ અભિનેતાએ પોતાનું નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે તે પરિવારને મળશે. અમે તેમને 25 લાખ રૂપિયા આપીને પણ મદદ કરીશું. અલ્લુએ પોતાનું વચન પાળ્યું. પરંતુ હવે આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે. તે 14 દિવસ જેલમાં વિતાવશે. જો કે આ અંગે ફરિયાદીનું કંઇક અલગ જ નિવેદ સામે આવ્યું છે.