પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. 4 ડિસેમ્બરે ફિલ્મનો પ્રિમીયર શો યોજાયો હતો જેમાં અલ્લુ અર્જુને હાજરી આપી હતી જે દરમિયાન ભાગદોડ થતા એક મહિલાનું મોત થયુ હતું. આ મામલે કેસ દાખલ કરતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવતા ચાહકોનું દિલ તૂટી ગયુ છે. જો કે અલ્લુ અર્જુનની ધરપકડ પહેલાના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં તે હાથમાં ચાનો કપ ઉભેલો દેખાય છે. આ ઉપરાંત તેની પત્ની પણ સાથે જોવા મળે છે. ત્યારે આવો જાણીએ પુષ્પાની રિયલ લાઇફ શ્રીવલ્લી કોણ છે તે વિશે જાણીએ.
અલ્લુની પત્ની કોણ છે?
સોશિયલ મીડિયા પર અલ્લુની ધરપકડ સમયે તેની પત્ની તેની સાથે જોવા મળી રહી છે. પતિની ધરપકડની ચિંતા તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. અલ્લુ અર્જુન તેને ફોરહેડ કિસ કરીને સાંત્વન્ના આપી રહ્યો છે. અલ્લુ અર્જુનની પત્નીનું નામ સ્નેહા રેડ્ડી છે. દરેક વ્યક્તિ તેમની જોડીના વખાણ કરે છે. અલ્લુની પત્ની પણ તેના જેટલી જ ફેમસ છે અને કમાણીના મામલે તેના સુપરસ્ટાર પતિને પણ ટક્કર આપે છે.
સ્નેહા રેડ્ડી શું કરે છે?
અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડી ચોક્કસપણે અભિનેત્રી નથી પરંતુ તે કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. સ્નેહા લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ તેની ગ્લેમર સ્ટાઈલને કારણે તે ઘણીવાર સ્પોટ થઈ જાય છે. સ્નેહા એક બિઝનેસવુમન છે, તે Picaboo જેવા પ્રોજેક્ટથી દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. આ સ્ટુડિયો પ્રોફેશનલ ફોટોગ્રાફી માટે જાણીતો છે. અભિનેત્રીની નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે લગભગ 42 કરોડ રૂપિયાની માલિક છે.
અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી લવ સ્ટોરી
અલ્લુ અર્જુન અને તેની વાસ્તવિક શ્રીવલ્લી એટલે કે સ્નેહા રેડ્ડીની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો બંનેની પહેલી મુલાકાત લગ્નમાં થઈ હતી. અલ્લુ સ્નેહાને જોતાં જ તેના પ્રેમમાં પડી ગયો. અગાઉ બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા અને વર્ષ 2010માં સગાઈ કરી હતી. વર્ષ 2011માં બંનેએ લગ્ન કર્યા અને કાયમ માટે એક બની ગયા. અલ્લુ અને સ્નેહાને બે બાળકો છે અને તેઓ તેમના સુખી પરિવારમાં ખુશ છે.