GUJARAT

Ambalal Patelની મોટી આગાહી, ડિસેમ્બરના અંતમાં રાજયમાં પડી શકે છે માવઠું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું કહેવું છે કે,રાજ્યમાં વાતાવરણમાં ફરી આવી શકે છે પલટો તો ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ પણ રહેલું છે.26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી વચ્ચે માવઠાનું સંકટ રહેલું છે.તો 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને 16 થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થઇ શકે છે સામાન્ય વધારો.

17 ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,ઉત્તર ગુજરાતમાં તાપમાન નીચુ રહેશે અને 10 ડિગ્રીથી નીચુ તાપમાન રહેશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે,રાજકોટમાં 15 ડિગ્રીથી નીચુ તાપમાન રહેશે મહત્તમ તાપમાન 28-30 ડિગ્રી સુધી રહેશે તો બીજી તરફ 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં ફરી વધારો થશે,જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ સારુ રહેશે.

23 ડિસેમ્બરથી ઠંડી વધવાની શકયતા : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે,આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે અને બર્ફીલા પવનો ફૂંકાશે જેના કારણે કાતિલ ઠંડી પડશે,16 થી 22 દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે,દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે,જાન્યુઆરી માસમાં રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી પડશે.

વાદળછાયું વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે,મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.2થી 3 ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે.10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે,મોટાભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.હવામામાં બદલાવ આવશે તે નક્કી છે.

ગાત્રો થીજવતી ઠંડીની આગાહી : અંબાલાલ પટેલ

પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરુઆતમાં ઠંડા પવનો ફુંકાશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે છે.ડિસેમ્બરની શરુઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.

રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે : અંબાલાલ પટેલ

ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગગડ્યો છે. ત્યારે બાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે જ્યારે 4 ડિસેમ્બર પછી ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતાઓ છે. તો કેટલાક ભાગોમાં 13 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button