
અમરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ પોતાના કામ ના કારણે નહી પરંતુ અંગત જીવનના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. ઓબામા અને અભિનેત્રી જેનિફર એનિસ્ટન વચ્ચેના અફેરની અટકળોએ બધાને ચોંકાવી દીધા છે. ત્યારે જેનિફર એનિસ્ટને અભિનેત્રી તરીકે કઇ ફિલ્મોમાં કામ કર્યુ છે. અને તેની અંગત જીવનની શુ કહાની છે તે અમે તમને બતાવવા જઇ રહ્યા છે.
ઓબામા અને જેનિફર વચ્ચે શુ કનેક્શન ?
બરાક ઓબામા સાથેના અફેરને કારણે હોલીવુડ અભિનેત્રી જેનિફર એનિસ્ટન સમાચારમાં આવ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને અભિનેત્રી જેનિફર એનિસ્ટન વચ્ચેના અફેરની અટકળોએ ચારેય બાજુ ચર્ચા જગાવી છે. એમેરિકાની રાજનીતિ અને હોલીવુડનું કનેક્શન ફરીવાર ચર્ચાયુ છે. જેનિફર એનિસ્ટન એક હોલીવુડ અભિનેત્રી છે. જેમણે ઘણી પ્રખ્યાત શ્રેણીઓ અને ફિલ્મોમાં કામ કર્યું છે. આમાં ‘ફ્રેન્ડ્સ’ શ્રેણીનું નામ પણ સામેલ છે. જેમાં જેનિફરને તેના કામ માટે ઘણી પ્રશંસા મળી હતી. ઘણા સમયથી સમાચાર ફરતા થયા હતા કે અભિનેત્રીનું અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે અફેર છે. જો કે, અભિનેત્રીએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં, અભિનેત્રીએ જીમી કિમેલના શોમાં આ અફવાઓ વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે, ‘હું અને ઓબામા ફક્ત એક જ વાર મળ્યા છે. હું મિશેલને તેમના કરતાં વધુ ઓળખું છું.
જેનિફર એનિસ્ટનનું અંગત જીવન
જેનિફર એનિસ્ટનના બે વાર છૂટાછેડા થઇ ચુક્યા છે. તેના પહેલા લગ્ન હોલીવુડ અભિનેતા બ્રેડ પિટ સાથે થયા હતા. જે પાંચ વર્ષ સુધી ચાલ્યા હતા. બ્રેડ પિટ બાદ જેનિફરે 2015માં જસ્ટિન થેરોક્સ સાથે લગ્ન કર્યા હતા. જે તેના કરતા બે વર્ષ નાના હતા. પરંતુ તેમના લગ્ન પણ બે વર્ષમાં જ સમાપ્ત થઈ ગયા હતા. જેનિફર એનિસ્ટન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે દરરોજ ચાહકો સાથે પોતાની સુંદર તસવીરો શેર કરતી હોય છે. જેનિફરની ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ મોટી ફેન ફોલોઇંગ છે. અહીં તેમને 44 મિલિયનથી પણ વધુ લોકો ફોલો કરે છે.
ઓબામા અને જેનિફર વચ્ચે શુ સંબંધ છે. કેમ તેમના સંબંધો ચારેય બાજુ ચર્ચા જગાવી રહ્યા છે. તે અંગે માત્ર આ બંને જ વ્યક્તિઓ સ્પષ્ટતા આપી શકે છે. અમેરિકા રાષ્ટ્રપતિ હમેંશા પોતાના અંગત જીવન માટે જાણીતા છે. ત્યારે બરાક ઓબામાના આ નવા સંબંધો કેવી પરિસ્થિતી સર્જશે તે સમય જ બતાવશે.
Source link